તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Angioplasty Performed At SMS Hospital After Chest Pain; The CM Will Be Under 24 hour Supervision

હવે સ્વસ્થ છે CM ગેહલોત:છાતીમાં દુખાવો થયા બાદ SMS હોસ્પિટલમાં કરવામાં આવ્યું એન્જીયોપ્લાસ્ટી; મુખ્યમંત્રી 24 કલાક દેખરેખ હેઠળ રહેશે

જયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છાતીમાં દુખાવા બાદ CM અશોક ગેહલોતને SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. CMના પત્ની સુનિતા ગેહલોત અને પુત્ર RCA અધ્યક્ષ વૈભવ ગેહલોત તેમની સાથે છે. - Divya Bhaskar
છાતીમાં દુખાવા બાદ CM અશોક ગેહલોતને SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. CMના પત્ની સુનિતા ગેહલોત અને પુત્ર RCA અધ્યક્ષ વૈભવ ગેહલોત તેમની સાથે છે.
  • ગેહલોતને છાતીમાં દુખાવો થયા બાદ SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મુખ્યમંત્રી અશોક ગેહલોતની એન્જીયોપ્લાસ્ટી SMS હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. હવે તેમની તબિયતમા સુધારો છે. મુખ્યમંત્રીના વિશેષ અધિકારી અને રાજ્ય પરિવહન મંત્રી પ્રતાપ સિંહે ટ્વીટ કરીને આં જાણકારી આપી હતી. SMS હોસ્પિટલના ડો. સુધીર ભંડારી મુખ્યમંત્રીનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે CMનું એન્જીયોપ્લાસ્ટી સફળ રહ્યું છે. તેમની સ્થિતિ હવે નોર્મલ છે. એન્જીયોપ્લાસ્ટી બાદ તેને 24 કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવશે. મુખ્યમંત્રીને 2 થી 3 દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોત સ્વસ્થ
મુખ્યમંત્રીના વિશેષ અધિકારી લોકેશ શર્માએ ટ્વિટ કર્યું હતું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે SMS હોસ્પિટલમાં સફળતાપૂર્વક એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હવે બધું બરાબર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. રાજ્યના લોકોની પ્રાર્થનાથી મુખ્યમંત્રી જલ્દી સ્વસ્થ થઈ જશે.

ગેહલોતની દિલ્હીની મુલાકાત અને સોનિયા ગાંધી સાથેની મુલાકાત રદ કરાઇ
મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુરુવારે રાત્રે દિલ્હી જવાનો કાર્યક્રમ હતો. આં માટે CMના ચાર્ટડ પ્લેનને પણ સ્ટેન્ડ બાય રાખવા માટે કહી દેવામાં આવ્યું હતું, પછી બાદમાં તેમની તબિયત બગડતાં તેમનો દિલ્હીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

મુખ્યમંત્રી અશોક ગેહલોત એપ્રિલમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા
આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોત 29 એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની પત્ની સુનીતા ગેહલોત પણ પોઝિટિવ થયા હતા. ગેહલોતે 29 એપ્રિલના રોજ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરતાં હુ આઇસોલેશનમાં રહીને જ કામ ચાલી રાખીશ. તેમણે વિડીયો કોન્ફરન્સ અને વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધઘાટન, શિલાન્યાન અને લોકાર્પણના કાર્યો કર્યા હતા.