• Gujarati News
  • National
  • Andhra Pradesh's Largest Dam Likely To Crack, People Told To Leave Home With Essentials

ભારે વરસાદથી નવુ જોખમ:આંધ્ર પ્રદેશના સૌથી મોટા બંધમાં તિરાડની સંભાવના, લોકોને જરુરી સામાન લઈને ઘર છોડવાનું કહેવામાં આવ્યું

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં સતત ચાર દિવસથી પૂરની સ્થિતિ બનેલી છે. તેનાથી શહેરમાં સ્થિત રાજ્યના સૌથી મોટા બંધમાં તિરાડ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સારી બાબત એ છે કે આ વિસ્તારમાં વરસાદ હાલ બંધ છે, પરંતુ હાઈવે અને બીજા માર્ગ તણાઈ જતા અનેક ગામોના રસ્તા કપાઈ ગયા છે. તે ગામો હજી પાણીમાં ડૂબેલા છે.

એવા અહેવાલો છે કે તિરુપતિના રામચંદ્રપુરમમાં રાયલા ચેરુવુની આસપાસના બંધમાં તિરાડો પડી શકે છે. જેમાં રાજ્યનો સૌથી જૂનો અને સૌથી મોટો બંધ સામેલ છે. જો પાણી છોડવામાં આવે તો આસપાસના ગામોમાં અચાનક પૂર આવી શકે છે. આ કારણે વહીવટીતંત્રે લોકોને આવશ્યક ચીજવસ્તુઓ અને દસ્તાવેજો સાથે ઉંચા વિસ્તારોમાં જવા જણાવ્યું છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે બંધ ધરાશાયી થવાનું જોખમ છે, તેથી શક્ય તેટલી વહેલી તકે તમારું ગામ છોડી દો. તમારી કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો લઈને ત્યાંથી નીકળી જાવ. તમારા સંબંધીઓને પણ તેના વિશે જાણ કરો.

અત્યાર સુધી રાજ્યમાં 25ના મોત
ચિતુર જિલ્લામાં તિરુમાલા પહાડો પરથી ભારે પાણી ભરાઈ જવાને કારણે સ્વર્ણમુખી નદીમાં પૂર આવ્યું છે. આના કારણે જળાશયો ભરાઈ ગયા છે અને પૂર આવ્યું છે. જળાશયોની માટી પાણીના કારણે કાદવવાળી બની છે. આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. કડપા અને અનંતપુરમુ જિલ્લામાં શુક્રવારથી અત્યાર સુધી 25 લોકોના મોત થયા છે અને 17 લાપતા છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ શનિવારે સવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...