તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Andhra Pradesh's Hope Island Is Homeless For The People Living There: The Plane Crashed Into A House In Michigan; Deployment Of Killer Cold And Dense Fog Across The Country, Snowfall

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:આંધ્રનો હોપ આઈલેન્ડ ત્યાં વસતા લોકો માટે હોપલેસઃ ન્યૂયોર્ક સિટીમાં ‘છોટા પંજાબ’; દેશભરમાં કાતિલ ઠંડી, ધુમ્મસ તો ઈંગ્લેન્ડમાં પૂર પછી ભારે બરફવર્ષા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
આંધ્રપ્રદેશનો હોપ(લેસ) આઈલેન્ડઃ સમુદ્ર વચ્ચે 40-45 ઘરો ધરાવતી વસતીમાં બહારની દુનિયાના લોકો ખૂબ ઓછા આવે છે. સમુદ્રથી ઘેરાયેલા આંધ્રપ્રદેશનો આ હોપ આઈલેન્ડ પ્રાકૃતિક બ્રેક વોટરનું કામ કરે છે. આ આઈલેન્ડ પર કોઈ હેલ્થ સેન્ટર નથી કે નથી કોઈ ઈમર્જન્સી દવાની સુવિધા. જરૂરી રાશનની પણ કોઈ દુકાન નથી. નાની કે મોટી તમામ જરૂરિયાત માટે કાકીનાડા સુધી 45 મિનિટથી એક કલાકની સફર લોકોએ કરવી પડે છે. કોઈ પણ સમુદ્રી તોફાન સૌપ્રથમ અહીં ટકરાય છે પરંતુ અહીં રહેતા મુઠ્ઠીભર લોકો હોપ આઈલેન્ડ છોડીને ક્યાંય જતા નથી. - Divya Bhaskar
આંધ્રપ્રદેશનો હોપ(લેસ) આઈલેન્ડઃ સમુદ્ર વચ્ચે 40-45 ઘરો ધરાવતી વસતીમાં બહારની દુનિયાના લોકો ખૂબ ઓછા આવે છે. સમુદ્રથી ઘેરાયેલા આંધ્રપ્રદેશનો આ હોપ આઈલેન્ડ પ્રાકૃતિક બ્રેક વોટરનું કામ કરે છે. આ આઈલેન્ડ પર કોઈ હેલ્થ સેન્ટર નથી કે નથી કોઈ ઈમર્જન્સી દવાની સુવિધા. જરૂરી રાશનની પણ કોઈ દુકાન નથી. નાની કે મોટી તમામ જરૂરિયાત માટે કાકીનાડા સુધી 45 મિનિટથી એક કલાકની સફર લોકોએ કરવી પડે છે. કોઈ પણ સમુદ્રી તોફાન સૌપ્રથમ અહીં ટકરાય છે પરંતુ અહીં રહેતા મુઠ્ઠીભર લોકો હોપ આઈલેન્ડ છોડીને ક્યાંય જતા નથી.

ઈંગ્લેન્ડઃ જ્યાં તોફાનથી પૂર આવ્યું હતું ત્યાં હવે બરફવર્ષા

ગત મહિને ડિસેમ્બરમાં જ ઈંગ્લેન્ડના જે વિસ્તારોમાં બેલા તોફાનના કારણે પૂર આવ્યું હતું ત્યાં હવે ભારે બરફવર્ષા થઈ રહી છે. આ તસવીર માન્ચેસ્ટરના હૉરવિચ વિસ્તારની છે જ્યાં રહેણાંક કોલોનીઓ પર બરફના થર દેખાય છે. માન્ચેસ્ટર, ગ્લોસેસ્ટરશાયર, વોરસેસ્ટરશાયર અને સ્ટેફોર્ડશાયરમાં છેલ્લા બે દિવસમાં 14 ઈંચ બરફ પડ્યો છે અને તાપમાન માઈનસ 8 ડિગ્રી સે. પર પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વેલ્સ અને સ્કોટલેન્ડમાં તો યેલો એલર્ટ જારી થયું છે. અનેક સડક, રેલવે સેવાઓ બંધ થઈ ચૂકી છે તો ફ્લાઈટ્સ પણ વિલંબિત થઈ રહી છે.

કોરોના અંગે જાગૃતિ અભિયાન

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર છે. લોકોમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રયાસો થાય છે. બ્રસેલ્સમાં એક આર્ટિસ્ટે સ્ટ્રીટ પર્ફોર્મન્સ દરમિયાન કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે વિચિત્ર ડ્રેસ અને કોરોના વાયરસના આકારનું મહોરું પહેર્યુ હતું.

મિશિગનમાં વિમાન ઘરમાં ઘૂસી ગયું

અમેરિકાના મિશિગનમાં આવેલી લિયોન ટાઉનશીપ પર એક નાનું વિમાન તૂટીં પડ્યું હતું. અહીં બચાવ કાર્ય તુરંત શરૂ કરાયું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે.

દેશના અનેક ભાગોમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ તો ક્યાંક કરા પડ્યા

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર ખાતે ભારે હિમવર્ષા થઈ છે. અહીં રસ્તાઓ પર જામેલા બરફના થર હટાવવાની કામગીરી ચાલુ છે. હાડ થિજાવતી ઠંડીએ લોકોને થથરાવી દીધા છે.

કુલુમાં ફરી હિમવર્ષાથી અનેક સ્થળે બરફની સફેદ ચાદર છવાઈ. સહેલાણીઓ આથી ગેલમાં આવ્યા પણ અનેક સ્થળે પરિવહનમાં અવરોધ આવતા મુશ્કેલી પણ સર્જાઈ.

હાડ થિજાવતી ઠંડીમાં રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ કરા પડ્યા. નવા વર્ષની શરૂઆતમાં દેશમાં અનેક સ્થળે હાડ થિજાવતી ઠંડીએ માઝા મૂકી છે તો અનેક સ્થળે નજીકનું પણ માંડ જોઈ શકાય એવી ગાઢ ધુમ્મસ જામી છે. હિમાચલ પ્રદેશના કુલુમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. જેના કારણે અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલો પણ મળ્યા છે. જ્યારે પંજાબ-હરિયાણામાં ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળ્યો.

ન્યૂયોર્ક સિટીમાં ‘છોટા પંજાબ’

ન્યૂયોર્કનો રિચમંડ હિલ વિસ્તાર મેનહટ્ટન શહેરથી 15 માઈલ દૂર છે. અહીંના માર્ગો પર ચાલીએ તો અંગ્રેજી ઓછી પણ પંજાબી ભાષા વધુ સાંભળવા મળે છે. આ વિસ્તાર હવે વધુ પ્રસિદ્ધ થયો છે કેમકે અહીં બે સડકનું નામ બદલીને પંજાબી કમ્યુનિટીને સમર્પિત કરાયું છે. ન્યૂયોર્ક સિટી કાઉન્સિલે 111 સ્ટ્રીટ અને 123 સ્ટ્રીટ વચ્ચે આવેલી 101 એવન્યુનું નામ પંજાબી એવન્યુ કરી દીધું છે. આ ઉપરાંત 97 એવન્યુનું નામ બદલીને ગુરૂદ્વારા સ્ટ્રીટ કરી દેવાયું છે.

કોલકાતાના મેદાનમાં સંગીતના સૂર છેડતા હરિહરન

પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતેના મેદાનમાં એક કમર્શિયલ શૂટિંગ વખતે પ્રખ્યાત ગાયક હરિહરન અને તબલાવાદક બિક્રમ ઘોષે પ્રકૃતિના સાન્નિધ્યમાં અને ખુલ્લા આકાશ તળે સંગીતના સૂર છેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...