તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Andhra Pradesh Suffers From Mysterious Disease 450, Says Tantra Disease Is Not Spreading From One To Another

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્યમય રોગચાળો:આંધ્રપ્રદેશમાં રહસ્યમય રોગથી પીડિત લોકોની સંખ્યા 450 થઈ, તંત્રએ કહ્યું - બીમારી એકથી બીજામાં ફેલાતી નથી

એલુરુ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સીએમ રેડ્ડી હોસ્પિટલ પહોંચ્યા. - Divya Bhaskar
સીએમ રેડ્ડી હોસ્પિટલ પહોંચ્યા.

આંધ્રપ્રદેશમાં પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એલુરુમાં રહસ્યમય રોગથી બીમાર પડેલા લોકોની સંખ્યા વધીને 450 થઈ ચૂકી છે. એમાંથી 171 લોકો હજુ હોસ્પિટલમાં છે અને 168ને રજા આપી દેવામાં આવી છે. જોકે રવિવારે મોડી સાંજ સુધી એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. બીમારીનાં કારણો વિશે જાણવા માટે સરકારે 57,000 ઘરમાં સરવે હાથ ધર્યો છે.

પશ્ચિમ ગોદાવરી જિલ્લાના કલેક્ટર આર.એમ. રાજુએ કહ્યું હતું કે બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ રહી નથી, એટલે કે એ ચેપી નથી. તેમણે પાણી સપ્લાઇને કારણે બીમારી ફેલાવાની આશંકાને પણ ફગાવી હતી. તેમનું કહેવું છે કે એવા વિસ્તારોમાં પણ લોકો માંદા પડ્યા છે જ્યાં એલુરુ નગર નિગમ દ્વારા પાણીની સપ્લાઇ કરવામાં આવતી નથી. બોટલબંધ પાણી પીનારા લોકો પણ માંદા થયા છે. જોકે તેમ છતાં પાણીની તપાસ કરાઇ છે.

બીમાર લોકોના અમુક નમૂના લઈને તપાસ માટે મોકલાયા છે. દૂધના નમૂનાની પણ તપાસ થઇ રહી છે. નિષ્ણાતો પણ પ્રયાસરત છે છતાં હજુ કોઈ કારણ જાણી શકાયું નથી. એલુરુ અને આજુબાજુના વિસ્તારોમાં શનિવારે રહસ્યમય બીમારી સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો