તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Andhra Pradesh Road Accident | Collision Between A Bus And A Truck, 13 People Killed, 4 Injured, Bus Truck Collision

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંધ્રપ્રદેશમાં દુર્ઘટના:કુર્નૂલમાં બસ અને ટ્રક વચ્ચે અથડામણ, 14 લોકોના મોત; અજમેર જઈ રહેલી બસમાં 17 યાત્રિ સવાર હતા

હૈદરાબાદ12 દિવસ પહેલા
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં રવિવારે સવારે બનેલી દુર્ઘટનામાં 4 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. તેમને પાસેના સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. - Divya Bhaskar
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં રવિવારે સવારે બનેલી દુર્ઘટનામાં 4 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. તેમને પાસેના સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં રવિવારે સવારે બસ-ટ્રકની ટક્કરમાં 14 લોકોના મોત થયા છે. 4 લોકો ગંભીર રીતે ઘવાયા છે. દુર્ઘટના વેલદુર્તી મંડળના મદારપુર ગામમાં બની બની હતી.અથડામણ એટલી ભીષણ હતી કે યાત્રિઓથી ભરેલી બસ અથડામણ પછી પલટાઈ ગઈ.

SI પેદૈયા નાયડૂએ જણાવ્યું કે, બસમાં 17 યાત્રિ સવાર હતા. ડ્રાઈવર સહિત 13 લોકોના મોત ઘટનાસ્થળે થઈ ગયા હતા. બસ ચિત્તૂર જિલ્લાથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી. બસ મદારપુર ગામ સવારે સાડા ત્રણ વાગ્યે પહોંચી. અહીંયા બસ ખોટી સાઈડમાં જતી રહી અને સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.

શનિવારે બસ ખીણમાં પડી જતા 4 લોકોના મોત થયા હતા
આ પહેલા શુક્રવારે વિશાખાપટ્ટનમના અરાકૂ પાસે અનંતગિરિમાં 20થી વધુ યાત્રિઓને લઈ જઈ રહેલી એક બસ ખીણમાં પડી ગઈ હતી. દુર્ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા અને 13 લોકો ઘાયલ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો