મધ્ય પ્રદેશના બાલાઘાટના બુલિયનના કારોબાર સાથે સંકળાયેલા રાકેશ સુરાના નામના એક વેપારીએ તેમની 11 કરોડની સંપત્તિ ગૌશાળા અને ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપી છે. આ ઉપરાંત તેમણે પત્ની લીના અને 11 વર્ષના દીકરા અમય સાથે સાંસારિક જીવનનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવી લીધો છે. તેઓ તેમના પરિવાર સાથે 22 મેના રોજ જયપુરમાં દીક્ષા લેવા જઈ રહ્યા છે.
દીક્ષા લેતા પહેલા રાકેશ સુરાણા (40), તેમના પત્ની લીના સુરાના (36) અને પુત્ર અમય સુરાના (11)ને શહેરના લોકોએ શોભાયાત્રા કાઢીને વિદાય આપી હતી.
વર્ષ 2015માં હૃદય પરિવર્તન બાદ લીધો નિર્ણય
સુરાનાએ કહ્યું કે તેમણે ગુરુ મહેન્દ્ર સાગર મહારાજ અને મનિષ સાગર મહારાજના પ્રવચનમાં અને તેમના સાનિધ્યમાં રહીને ધર્મ, આધ્યાત્મિકતા અને આત્મ સ્વરૂપની ઓળખ કરવાની પ્રેરણા મેળવી. આ ઉપરાંત તેમના પત્નીએ બાળપણમાં ત્યાગના માર્ગે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દીકરા અમયે ફક્ત ચાર વર્ષની ઉંમરે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. જો કે તેની નાની ઉંમરના કારણે અમયને સાત વર્ષ રાહ જોવી પડી હતી.
નાની એવી જ્વેલરીની દૂકાનથી બિઝનેસ શરૂ કરેલો
રાકેશ બાલાઘાટમાં સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. એક સમયે નાની દુકાનમાંથી જ્વેલરીનો વ્યવસાય શરૂ કરનાર રાકેશે તેમના સ્વર્ગસ્થ મોટા ભાઈની પ્રેરણા, તેમની સખત મહેનત અને સતત પ્રયત્નોથી આ ક્ષેત્રમાં સંપત્તિ અને પ્રતિષ્ઠા બન્ને પ્રાપ્ત કર્યાં હતા. આધુનિકતાના આ યુગના સુખી જીવનની તમામ સુવિધાઓ તેમના પરિવાર પાસે હતી. તેમણે કરોડોની સંપત્તિની કમાણી છે, પરંતુ સુરાણા પરિવાર તેમની વર્ષોની થાપણો દાન કરીને આધ્યાત્મિકતા તરફ વળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.