• Gujarati News
 • National
 • Corona Epidemic And Climate Change Exacerbate Malnutrition In The World, Find Out The Significance Of Food Day

વિશ્વ ખાદ્યાન્ન દિવસ વિશેષ:કોરોના મહામારી અને આબોહવા પરિવર્તનને લીધે વિશ્વમાં કુપોષણ-ભૂખમરાની સ્થિતિ ગંભીર બની, ખાદ્યાન્ન દિવસ શું મહત્ત્વ ધરાવે છે તે જાણો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગરીબી, નાણાકીય સંશાધનો, તાલીમ તથા ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ નાના ખેડૂતો વિશ્વના કુલ ખાદ્યાન્ન પૈકી 33%થી વધુ ખાદ્યાન્નનું ઉત્પાદન કરે છે
 • વિશ્વમાં કૃષિ ખાદ્યાન વ્યવસ્થા ક્ષેત્ર સાથે 1 અબ
 • થી વધારે લોકો જોડાયેલા છે, જે અન્ય કોઈપણ ક્ષેત્રની તુલનામાં વધારે

વિશ્વમાં કોરોના મહામારી (Corona Pandemic) અને આબોહવા પરિવર્તન (Climate Change)ને લીધે વિશ્વભરમાં કુપોષણ અને ભૂખમરાની સ્થિતિ વધારે ગંભીર બની છે. વિવિધ દેશોની સરકારો, બિનસરકારી સંગઠનો સહિત વિવિધ મોરચે થઈ રહેલા સામૂહિક પ્રયાસો વચ્ચે પણ આ સ્થિતિમાં ઉત્તરોત્તર વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ(UN)ની માહિતી પ્રમાણે વિશ્વમાં નીચી આવક ધરાવતા દેશોમાં આશરે એક અબજ લોકો પૂરતા પ્રમાણમાં અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી મેળવી શકતા નથી.

આ ઉપરાંત વધુને વધુ પ્રમાણમાં લોકો પર કુપોષણ અને ભૂખમરાનું જોખમ રહેલું છે. કોરોના મહામારીને લીધે સેંકડો લોકોએ તેમની આજીવિકા ગુમાવી અને તેમના પરિવારોનું ભરણ-પોષણ કરવાનું સંકટ સર્જાયું છે.આજે આપણે વિશ્વ ખાદ્ય દિવસ શું છે અને શા માટે ઉજવવામાં આવે છે તે અંગે વાત કરશું. આ વર્ષે વિશ્વ ખાદ્યાન્ન દિવસની થિમ "Safe Food For A Healthier Tomorrow (સ્વસ્થ્ય આવતીકાલ માટે આજે સુરક્ષિત ભોજન)" છે.

16 ઓક્ટોબર,1980થી વિશ્વ ખાદ્યાન્ન દિવસની ઉજવણી કરાય છે

 • વિશ્વમાં આર્થિક વિકાસની સાથે સમૃદ્ધ અને ગરીબ લોકો વચ્ચેનું અંતર ખૂબ વધી ગયું છે. આ અંતર એટલું વ્યાપક પ્રમાણમાં વધેલું છે કે વિશ્વમાં કરોડો લોકો એવા પણ છે કે જેમને બે ટંક ભોજન મળવું પણ મુશ્કેલ છે. એટલે કે મોટી સંખ્યામાં લોકો ભૂખમરાનો શિકાર બને છે. ખાસ કરીને વિશ્વના ગરીબ તથા વિકાસશીલ દેશોમાં આ સ્થિતિ ચિંતાજનક છે.
 • વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહારની આવશ્યકતાને સુનિશ્ચિત કરવા તથા આ અંગે વૈશ્વિક સ્તર પર જાગૃતિ કેળવવા માટે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ (Wolrd Food Day)ની ઉજવણી કરવામાં આવે છે.
 • વિશ્વમાં ખાદ્યાન્નની સમસ્યાની સ્થિતિને જોતા સંયુક્ત રાષ્ટ્રએ 1945ના રોજ વિશ્વ ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના કરી હતી. વિશ્વમાં ભૂખમરાની સમસ્યા પ્રત્યે જાગૃત્તિ વધારવા તથા ભૂખ, કુપોષણ અને ગરીબીનો મજબૂતીથી સામનો કરવાનો હતો. માટે વર્ષ 1980થી 16 ઓક્ટોબરને વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 150 દેશોમાં ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ ખાદ્યાન્ન દિવસ નિમિતે આ જાણવું જરૂરી છે

 • આપણું જીવન વિશ્વની કૃષિ-ખાદ્ય વ્યવસ્થા પર આધાર ધરાવે છે. આપણે ભોજન લઈએ છીએ ત્યારે દરેક વખતે આપણે આ વ્યવસ્થામાં સામેલ થઈ છીએ. વિશ્વમાં 3 અબજ લોકો આરોગ્યપ્રદ ભોજનનો ખર્ચ ઉઠાવી શકતા નથી.
 • આ ઉપરાંત વિશ્વમાં 2 અબજ લોકો વધારે પડતા વજન કે મેદસ્વીતાનો ભોગ બનેલા છે. બિનગુણવત્તાયુક્ત ભોજન અને અયોગ્ય જીવન શૈલીને લીધે આ પ્રકારની સ્થિતિ છે. મેદસ્વિતા અથવા વધારે પડતા વજનનો ભોગ બનેલા કુલ લોકો પૈકી 55% લોકો શહેરોમાં વસવાટ કરે છે.વર્ષ 2050 સુધીમાં આ આંકડો વધીને 68% થઈ જશે.
 • વિશ્વમાં વર્ષ 2030 સુધીમાં આરોગ્ય-સંબંધિત ખર્ચનું પ્રમાણ 1.3 અબજ ડોલરના આંકડાને વટાવી શકે છે. વિશ્વમાં કૃષિ ખાદ્યાન વ્યવસ્થા ક્ષેત્ર સાથે 1 અબજથી વધારે લોકો જોડાયેલા છે, જે અન્ય કોઈપણ ક્ષેત્રની તુલનામાં વધારે છે.
 • ગરીબી, નાણાકીય સંશાધનો, તાલીમ તથા ટેકનોલોજીના અભાવ વચ્ચે નાના ખેડૂતો વિશ્વના કુલ ખાદ્યાન પૈકી 33% કરતા વધારે ખાદ્યાનનું ઉત્પાદન કરે છે. અપર્યાપ્ત લણણી, પરિવહનના યોગ્ય સંચાલન તથા સંગ્રહ વ્યવસ્થાના અભાવને લીધે વિશ્વમાં કુલ ઉત્પાદિત ખાદ્યાન પૈકી 14% નુકસાન થાય છે.
 • ગ્રાહક એટલે કે વપરાશકર્તાના લેવલ પર વિશ્વનો 17% જેટલા ખાદ્યાનનો બગાડ થાય છે.

વિશ્વમાં ખાદ્ય સંકટ

 • સમગ્ર વિશ્વમાં અનેક દેશ એવા છે કે જે ખાદ્યાન સંકટનો સામનો કરી રહ્યા છે. આફ્રિકા જેવા વિકાસશીલ દેશોમાં માઠાદીઠ દૈનિક આવક ફક્ત 20 રૂપિયા છે. આફ્રિકા મહાદ્વીપના રવાંડા, નાઈજીરિયા, ઈરીટ્રીયા, કોમોરોસ, સૂડાન, ચાડ, યમન રિપબ્લિક, ઈથોપિયા, મેડાગાસ્કર, ઝાંમ્બિયા, સોમાલિયા, સેનેગલ, બુરુંડી જેવા દેશોમાં ખાદ્યાન સંકટ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે.
 • આબોહવામાં આવી રહેલા પરિવર્તનની સમગ્ર વિશ્વમાં કૃષિ ઉત્પાદન પર અસર થઈ છે. આ અસર ફક્ત એક દેશની સરહદ પૂરતી મર્યાદિત નથી. તાજેતરના એક અહેવાલમાં મકાઈ, ચોખા, સોયા, શેરડી અને કોફી જેવા છ મહત્ત્વની કૃષિ પેદાશોના વેપારને લગતા ટ્રાન્સબાઉન્ડ્રી ક્લાઈમેટ રિસ્ક(TCR)ના સિસ્ટમેટીક, ક્વાન્ટિટેટિવ આંકલન રજૂ થયું.
 • સ્ટોકહોમ એન્વાયરમેન્ટ ઈન્ટીટ્યુટના અહેવાલ પ્રમાણે સોયા અને શેરડીને લગતા જોખમને લીધે તમામ વપરાશકર્તા દેશોમાં ખાદ્ય સુરક્ષા અંગે જોખમ રહેલું છે,જે ભાવ વધારાના સ્વરૂપમાં અસર કરી રહ્યા છે. મધ્ય તથા લેટીન અમેરિકાના દેશો અમેરિકામાંથી થતી આયાતો પર વધારે આધાર રાખે છે, જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો ચીનમાંથી ખાદ્યાનોની આયાત પર આધાર રાખવો પડે છે.
 • અરેબિકા અને રોબસ્ટા કોફી પર ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે. વિશ્વમાં તાપમાન વધી રહ્યું હોવાથી કોફીના ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી શકાઈ નથી.

વિશ્વમાં કુપોષણ કે ભૂખમરાની શું સ્થિતિ છે

 • વિશ્વમાં 8.21 કરોડ લોક ગંભીરપણે કુપોષણનો ભોગ બનેલા છે, વર્ષ 2015માં આ આંકડો 7.85 કરોડ હતો.
 • કુપોષણના કુલ લોકો પૈકી 99% લોકો વિકાસશીલ દેશોમાં છે.
 • વિશ્વમાં કુપોષણનો ભોગ બનેલા લોકો પૈકી 60% મહિલાઓ છે.
 • પ્રત્યેક વર્ષે 2 કરોડ શિશુ ખૂબ જ ઓછાં વજન સાથે જન્મે છે, આ પૈકી 96.5% શીશી વિકાસશીલ દેશોમાં જન્મે છે.
 • 5 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકોમાં નોંધાતા કુલ મૃત્યુ પૈકા 50% મૃત્યુ કુપોષણને લીધે થાય છે.

ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)

 • ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (FAO) સંયુક્ત રાષ્ટ્રની એક ખાસ એજન્સી છે. જેની સ્થાપના વર્ષ 1945માં કરવામાં આવી હતી. તે આંતરરાષ્ટ્રીય સહયોગના માધ્યમથી ભૂખને હરાવવાની દિશામાં કામ કરે છે. FAO 130 દેશમાં સક્રિય છે.
 • સંગઠનનું માનવું છે કે વિશ્વમાં દરેક વ્યક્તિએ સારી ગુણવત્તાવાળુ ભોજન મળે તે સંગઠનનો ઉદ્દેશ છે. સંગઠનનું માનવું છે કે વિશ્વના દરેક વ્યક્તિ ભુખમરાનો ખાતમો બોલાવવામાં મદદ કરી શકે છે.
 • FAOનું માનવું છે કે વિશ્વમાં પૂરતા પ્રમાણમાં ખાદ્ય ઉત્પાદન હોય છે અને તે કોઈપણને ભોજન મળી શકે છે. ચિંતાજનક વાત એ છે કે છેલ્લા બે દાયકાના સતત પ્રયત્ન વચ્ચે પણ આજે 870 મિલિયન લોકો ગંભીર રીતે ભૂખમરાનો શિકાર છે.

ભારતમાં ખાદ્ય મંત્રાલયનો ઈતિહાસ

 • બીજા વિશ્વ યુદ્ધ સમયે ભારત ખાદ્યાનની ભારે અછતનો સામનો કરવો પડ્યો હતો અને પોતાની આવશ્યકતાને પૂરી કરવા માટે 01 ડિસેમ્બર,1942ના રોજ ગવર્નર જનરલ્સ કાઉન્સે વાણિજ્ય સભ્યને આધિન એક ખાદ્ય વિભાગની સ્થાપના કરી હતી. ગૃહ વિભાગે એક નવા ખાદ્ય વિભાગની રચના કરી. બેંઝામિન જ્યોર્જ હોલ્ડ્સવર્થ પ્રથમ સેક્રેટરી ફૂડ બન્યા.
 • બેંઝામિનને પદગ્રહણ કરતા કહ્યું કે ભારત સરકારના ખાદ્ય વિભાગે કાર્ય સરૂ કરી દીધુ છે અને ખાંડ તથા મિઠા સહિત ખાદ્ય પદાર્થોના મૂલ્ય તથા સંચલનને નિયંત્રિત કરવા સંબંધિત તમામ મુદ્દાને હાથ પર લીધા.વર્ષ 1946માં જ્યારે ભારતની પ્રથમ વચગાળાની સરકાર બની ત્યારે ડો.રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ ખાદ્ય અને કૃષિ વિભાગના મંત્રી બન્યા.
અન્ય સમાચારો પણ છે...