તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The One And A Half Month Old Daughter Cried All Night, The Drunken Mother Slept Unconscious, Even Though The Daughter Left The World, The Mother Drank Again

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતા નશામાં રહી, માસૂમ દૂધ વગર મૃત્યુ પામી:દોઢ મહિનાની દિકરી રાતભર રડતી રહી, દિકરી દુનિયા છોડી જતી રહી તો પણ માતાએ ફરી શરાબ પીધો

ધમતરી (છત્તીસગઢ)એક મહિનો પહેલા
  • છત્તીસગઢના ધમતરી શહેર નજીક આવેલા સુંદરગંજમાં રહેતી આ શરાબી માતાનું નામ રાજમીત કૌર છે, તેનો પતિ હરમીત મોટર મિકેનિક

શું માતા આવી પણ હોઈ શકે છે....! છત્તીસગઢના ધમતરીમાં દોઢ મહિનાની એક માસૂમ દૂધ વગર ટળવળીને છેવટે આ દુનિયાને અલવિદા કહી દીધી. તેની માતા રાત્રે શરાબ પીને બેભાન અવસ્થામાં ઉંઘી રહી. બાળકી રાતભર દૂધ માટે ટળવળતી રહી. સવાર થતા થતા બાળકી આ દુનિયા છોડી ચૂકી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકીનું ભૂખને લીધે મૃત્યુ થયું હોવાનું તારણ રજૂ કર્યું છે.

છત્તીસગઢના ધમતરી શહેર નજીક આવેલા સુંદરગંજમાં રહેતી આ શરાબી માતાનું નામ રાજમીત કૌર છે. તે મજૂરીનું કામ કરે છે. તેનો પતિ હરમીત મોટર મિકેનિક છે. તે એક દિવસ અગાઉ ટ્રક લઈને જગદલપુર ગયો હતો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજમીત દરરોજ શરાબ પીવે છે. શુક્રવારે તેણે વધારે પ્રમાણમાં શરાબ પીધો હતો. રાત્રે બેભાન રહ્યા બાદ જ્યારે સવારે તેની આંખો ખુલી તો બાળકી કોઈ જ પ્રકારની મૂવમેન્ટ કરતી ન હતી. તેના રડવાનો અવાજ સાંભળી સવારે 6 વાગે જ્યારે પડોશી આવ્યા અને સ્થિતિ જોઈને પોલીસને જાણ કરી હતી.

આ તસવીર એવા સમયની છે કે જ્યારે દિકરીનું મૃત્યુ થયું હતું અને પોલીસ ઘરે હતી
આ તસવીર એવા સમયની છે કે જ્યારે દિકરીનું મૃત્યુ થયું હતું અને પોલીસ ઘરે હતી

એક બાજુ બાળકીનો મૃતદેહ અને બીજી બાજુ મહિલા બેભાન પડી હતી
28 વર્ષની રાજમીતે જ્યારે જોયુ કે તેની બાળકીનું મોત નિપજ્યુ છે તો પણ તે અટકી નહીં. તે ધીમે ધીમે ઘરની અંદર ગઈ. ત્યાથી શરાબની બોટલ ઉઠાવી અને ફરી પીવાનું શરૂ કરી દીધું. નશામાં તે બેભાન થઈ ફરી ઉંઘી ગઈ. હજુ સુધી પોલીસ આ મહિલા સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકી નથી. દિવસભર તે નશામાં રહી હતી. આ સંજોગોમાં કેસ દાખલ કરવા માટે પોલીસ આજુબાજુમાં પૂછપરછ કરી રહી છે.

બાળકીના પિતા પણ નશામાં જ ઘરે પરત ફર્યો
આશ્ચર્યજનક વાત એ રહી છે કે આ ઘટનામાં દિવસ દરમિયાન પોલીસ મહિલા સાથે વાતચીત કરી શકી ન હતી. ઘટનાની જાણ થતા તેનો પતિ હરમીત શનિવારે સાંજે ઘરે પરત ફર્યો હતો. હદ તો એ વાતની થઈ ગઈ કે જ્યારે પોલીસે જોયું કે હરમીત પણ નશામાં છે. તેણે પડોશીઓ અને પોલીસ પાસેથી અગાઉથી માહિતી મળી હતી, તેમ છતાં તે શરાબના નશામાં ઘરે પરત ફર્યો હતો. આ સંજોગોમાં પોલીસ પણ તેની પૂછપરછ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો