તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • An Uncontrollable Pick up Van Took A Turn And Hit Two Cleaning Women, Killing Them Both On The Road.

તેલંગાણા:બેકાબૂ પિક અપ વૅને ટર્ન લેતી વખતે બે સફાઇ કામદાર મહિલાને અડફેટે લીધી, રોડ પર પટકાતાં બંનેનું મોત

7 દિવસ પહેલા

તેલંગાણામાં બે સફાઇ કામદાર મહિલાનું પિક અપ વૅનની ટક્કરે મોત થયાની ઘટના સામે આવી છે. અહીં ફુલ સ્પીડમાં આવી રહેલી બેકાબૂ પિક અપ વૅને ટર્ન લેવા જતાં સત્યમ્મા અને વેન્કમ્મા નામની મહિલાને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, વહેલી સવારે સફાઈ કામદાર મહિલાઓ રોડ પર સફાઈ કરી રહી છે. આ દરમિયાન એક બેકાબૂ પિક અપ વૅન ટર્ન લેતી વખતે એક સાઇડ નમી જાય છે અને રોડની સફાઇ કરતી મહિલાઓને ટક્કર મારતાં બંને જોરદાર રીતે નીચે પટકાય છે. જેને લીધે બંનેનું ઘટના સ્થળે જ મોત થાય છે. મહત્ત્વનું છે કે, પોલીસે આરોપી પિક અપ વૅન ડ્રાઇવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...