• Gujarati News
  • National
  • An Out of control Truck Rammed Into More Than Two Dozen Vehicles In Shimla, Eight Injured

ટ્રકની અડફેટે અનેક કારનો કચ્ચરઘાણ,VIDEO:શિમલામાં બેકાબૂ ટ્રકે બે ડઝન કરતા વધુ ગાડીઓને મારી ટક્કર, આઠ લોકો ઈજાગ્રસ્ત

16 દિવસ પહેલા

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના ભટ્ટકુફરમાં એક બેકાબૂ ટ્રકે એક પછી એક બે ડઝન કરતા વધારે વાહનોને વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રખ્યાત લોક ગાયક વિકી ચૌહાણ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતા જ ધાલી સ્ટેશનથી પોલીસ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ બ્રેક ફેલ થયા બાદ સફરજન ભરેલી ટ્રક કાબુ બહાર થઈ ગઈ અને વાહનો સાથે અથડાઈ. હાલ તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે

અન્ય સમાચારો પણ છે...