એક વર્ષમાં PMની સંપત્તિ 26 લાખ વધી:વડાપ્રધાન મોદી પાસે રૂ. 2.23 કરોડની સંપત્તિ, 1 કરોડની જમીન પણ દાન કરી

2 મહિનો પહેલા
  • બધા કેબિનેટ મંત્રીઓએ પણ સંપત્તિની વિગતો આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે 2.23 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેમાંથી મોટાભાગની રકમ બેંકમાં ડિપોઝીટ છે. PM પાસે હવે કોઈ સ્થાવર મિલકત્ત નથી. કારણ કે તેમણે ગુજરાતનાં ગાંધીનગરમાં પોતાની જમીનમાંથી અમુક હિસ્સો દાન કરી દીધો છે. આ જમીનની કિંમત 1.1 કરોડ રૂપિયા હતી.

આ જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ની વેબસાઇટ પર PMની સંપત્તિની ડિક્લેરેશન પછી સામે આવી હતી. આ જાણકારી પ્રમાણે 31 માર્ચ, 2022 સુધીમાં તેમની કુલ સંપત્તિ 2 કરોડ 23 લાખ 82 હજાર 504 રૂપિયા હતી. તો મોદીની ચલ સંપત્તિમાં પાછલા વર્ષની તુલનાએ 26.13 લાખ રૂપિયાનો વધારો થયો છે.

ગયા વર્ષે 1.1 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત્તના માલિક હતા

પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર આપેલા ડિક્લેરેશન પ્રમાણે પ્રધાનમંત્રી મોદી પાસે કોઈ વાહન પણ નથી.
પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર આપેલા ડિક્લેરેશન પ્રમાણે પ્રધાનમંત્રી મોદી પાસે કોઈ વાહન પણ નથી.

પ્રધાનમંત્રીએ કોઈપણ બોન્ડ, શેર અથવા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કર્યુ નથી, તેમની પાસે કોઈ વાહન પણ નથી. PM પાસે સોનાની 4 વીંટીઓ છે, જેની કિંમત 1.73 લાખ રૂપિયા છે. 31 માર્ચ, 2021 સુધીમાં પ્રધાનમંત્રી પાસે 1.1 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત્ત હતી.

પ્રધાનમંત્રીએ જે જમીનનો ભાગ દાન કર્યો હતો, તે જમીન ઓક્ટોબર 2002માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખરીદી હતી. આ જમીન પર વધુ 3 લોકોની માલિકી હતી. તેમાંથી PMને 25%ની ભાગદારી મળતી હતી, જે તેમણે દાન કરી દીધી હતી.

1.89 લાખનો લાઇફ ઇન્શ્યોરન્સ પણ છે

PMOની જાણકારી પ્રમાણે પોસ્ટ-ઑફિસમાં લગભગ 9 લાખ રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જમા છે.
PMOની જાણકારી પ્રમાણે પોસ્ટ-ઑફિસમાં લગભગ 9 લાખ રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જમા છે.

31 માર્ચ,2022 સુધીમાં જાણકારી પ્રમાણે, પ્રધાનમંત્રી પાસે કુલ 35,250 રૂપિયા કેશ હતા. તો પોસ્ટ-ઑફિસમાં તેમના નામે 9 લાખ 5 હજાર 105 રૂપિયા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જમા છે. મોદીના નામે 1 લાખ 89 હજાર 305 રૂપિયા લાઇફ ઇન્શ્યોરન્સ પણ છે.

બધા કેબિનેટ મંત્રીઓએ પણ સંપત્તિની વિગતો આપી
ગયા નાણાકીય વર્ષમાં તમામ 29 કેબિનેટ મંત્રીઓએ પોતાની અને તેમના આશ્રિતોની સંપત્તિ જાહેર કરી હતી. રક્ષા મંત્રી પાસે 2.54 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 2.97 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.

તેમાંથી ધર્મેન્દ્ર પ્રધાન, જ્યોતિરાદિત્ય સિંધિંયા, આર.કે.સિંહ, હરદિપ સિંહ પુરી, પુરૂષોત્તમ રૂપાલા અને જી કિશન રેડ્ડી પણ સામેલ છે. મુખ્તાર અબ્બાસ નકવી પણ પોતાની સંપત્તિ બહાર પાડી ચૂક્યા છે. નકવીએ જુલાઈમાં જ મંત્રીપદથી રાજીનામુ આપ્યુ હતુ. અત્યારે કેન્દ્રમાં 28 કેબિનેટ મંત્રીઓ છે.