જમ્મુ અને કાશ્મીરમાં કુપવાડાના માછલા સેક્ટરમાં સેનાના ઓફિસર અને 2 જવાન શહીદ થઈ ગયા છે. આ ત્રણેય ભારતીય સેનાની ચિનાર કોર્પ્સના સૈનિક હતા. તેમાં એક JCO(જૂનિયર કમીશન્ડ ઓફિસર) અને 2 OR(અધર રેન્ક)નું એક દળ રેગ્યુલર ઓપરેશન માટે નીકળ્યા હતા. બરફના કારણે તેમની ગાડી ઊંડી ખીણમાં જઈ પડી હતી. ત્રણેય જાવાનોના મૃતદેહ મળી ગયા છે.
મૃત પામેલા જવાનોનું નામ નાયબ સૂબેદાર પરષોત્તમ કુમાર, હવાલદાર અમરિક સિંહ અને સિપાઈ અમિત શર્મા છે.
બે અઠવાડિયા અગાઉ પણ 16 જવાનો મૃત્યુ પામ્યા હતા
સિક્કિમના જેમામાં 15 દિવસ અગાઉ આર્મીનો એક ટ્રક ખીણમાં પડી ગયો હતો. જેમાં 16 જવાન શહીદ થઈ ગયા હતા. આર્મીની અન્ય બે વેન પણ હતી. ત્રણેય વાહન શુક્રવાર સવારે ચટનથી થંગૂ માટે નીકળ્યા હતા. રસ્તામાં એક ટ્રક વળાંક લેતાં ખીણમાં જઈ પડ્યો હતો. આ ઘટનામાં 4 જવાન ગંભીર રીતના ઈજાગ્રસ્ત થયા હતા, જેમને પછી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
બે મહિના અગાઉ પણ માછલામાં બની હતી ઘટના
ગત વર્ષે નવેમ્બરમાં પણ કુપવાડાના માછલા વિસ્તારમાં 3 જવાન હિમપ્રપાતની ચપેટમાં આવી ગયા હતા. 2 જવાનને બરફની નીચેથી સુરક્ષીત કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઘટના બની ત્યારે 56 રાષ્ટ્રીય રાઇફલના આ પાંચ જવાન રૂટીન પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યાં સુધી જવાનોને નીકાળવામાં આવ્યા ત્યાં સુધી ત્રણના મોત થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.