• Gujarati News
  • National
  • For Half An Hour The Thrashing Went On; Python Swallows Prey Whole, Video Goes Viral

મહાકાય અજગરે કર્યો કુતરાનો શિકાર:અડધા કલાક સુધી તરફડીયા મારતું રહ્યું; અજગર શિકારને સંપૂર્ણ ગળી ગયો, વીડિયો વાઇરલ થયો

કોટા (રાજસ્થાન)22 દિવસ પહેલા

રાજસ્થાનના કોટામાં એક મહાકાય અજગરે એક કુતરાને પોતાનો શિકાર બનાવ્યો છે. આ ઘટના બની ત્યારે ત્યા રહેલા કેટલાક લોકોએ વીડિયો બનાવ્યો હતો. હકીકતમાં મંગળવારે સાંજે 14 ફૂટ લાંબા અજગર શિકારની શોધમાં કોટાના થર્મલમાં ફરી રહ્યો હતો. યાર્ડની નજીક અજગરે એક કુતરાને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે સમયે અહીં રહેલા કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો. તેમણે સાપ પકડવા માટે જાણીતા ગોવિંદ શર્મા નામની સ્થાનિક વ્યક્તિને બોલાવી હતી. ગોવિંદે આ અજગરને રેસ્ક્યૂ કરી જંગલમાં છોડી દીધો હતો.

ગોવિંદ શર્માએ જણાવ્યું કે આ ઘટના મોડી સાંજે બની હતી. આશરે 14 ફૂટ લાંબા એક વિશાળ અજગર થર્મલના યાર્ડમાં આવી પહોંચ્યો હતો. આ અજગરને જોઈને ત્યા કામ કરી રહેલા કર્મચારીઓ ભારે આશ્ચર્ય સાથે ડર અનુભવી રહ્યા હતા. તે સમયે અજગરે યાર્ડમાં ફરી રહેલા એક કુતરા ઉપર હુમલો કર્યો હતો અને તેની ઘાતક પકડમાં ઝકડી લીધો હતો.

આશરે અઢી ફૂટ લાંબા આ કુતરાને તે સખત રીતે પકડીને એક ઝાડની પાછળ જતો રહ્યો હતો. જ્યાં સુધી કુતરાએ અંતિમ શ્વાસ ન લીધા ત્યા સુધી તેને પોતાના ભરડામાં ઝકડી રાખ્યું હતું. આ સમયે કુતરું તડફડીયા નાખતુ રહ્યું હતું. જોત જોતામાં લગભગ અડધા કલાકમાં અજગર તેને સંપૂર્ણપણે ગળી ગયો હતો. કુતરાને શિકાર બનાવ્યા બાદ અજગર કેટલાક કલાક સુધી ત્યાં સ્થિર અવસ્થામાં પડી રહ્યો હતો. ખૂબ જ મુશ્કેલી બાદ તેને ઉઠાવીને જંગલમાં છોડવામાં આવ્યો હતો.

સ્નેક કેચર ગોવિંદ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતમાં રૉક પાયથન અજગર જોવા મળે છે. તેની લંબાઈ 7થી 20 ફૂટ સુધી હોય છે. તે સસલા, મોટા પક્ષી, મોર, જરખ, કુતરાનો શિકાર કરે છે. મોટા શિકારોને પચાવવામાં તેને આશરે 3 મહિનાનો સમય લાગે છે. તે માનવી ઉપર હુમલો કરતો નથી. શિકર સામે આવતાની સાથે જ તેની ઉપર ઝડપ મારી તેને દબોચી લે છે.

ચંબલ અને તેની આજુબાજુના જંગલોમાં અજગર જોવા મળે છે
કોટામાં ચંબલ નદીની આજુબાજુ આવેલા જંગલોમાં અજગર જોવા મળે છે. ખાસ કરીને કોટા ઓપન યુનિવર્સિટી, એન્જીનિયર કોલેજ, મુર્ગા ફાર્મ, રાવતભાટા રોડ, ફોરેસ્ટ એરિયામાં અજગર જોવા મળે છે. તેમને અહીં સરળતાથી શિકાર મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...