ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાશે:આગામી સત્રથી CBSE ધોરણ 10-12ની એક પરીક્ષા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સીબીએસઇ આગામી શૈક્ષણિક સત્રથી કોરોના પહેલાંની જેમ ધોરણ-10 અને ધોરણ-12ની એક પરીક્ષા લઇ શકે છે. કોરોનાને કારણે પરીક્ષા રદ થતાં આ વર્ષે બોર્ડે 2 ટર્મમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડે સ્કૂલો પાસેથી ફીડબેક મેળવ્યા છે. સ્કૂલો પૂરી ક્ષમતાથી ખૂલ્યા બાદ જૂની વ્યવસ્થા બહાલ કરવા અંગે ઔપચારિક નિર્ણય ટૂંક સમયમાં લેવાઇ શકે છે.

આ વર્ષે ટર્મ-1ની પરીક્ષા ગત નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન લેવાઇ જ્યારે ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલથી લેવાશે. જો કોઇ વિદ્યાર્થી સંક્રમણને કારણે એક પરીક્ષા ન આપી શકે તો તેને બીજી પરીક્ષાના આધારે માર્ક્સ અપાશે. બંને પરીક્ષા આપ્યાની સ્થિતિમાં ટર્મ-2ની પરીક્ષાને વધુ વેઇટેજ અપાશે.

ગત વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અગાઉની પરીક્ષાઓ, પ્રેક્ટિકલ એક્ઝામ અને આંતરિક મૂલ્યાંકનના માર્ક્સના આધારે કરાયું હતું. હાલ અભ્યાસક્રમ વધારવા પર ભાર નહીં મુકાય. કોરોના સંક્રમણને પગલે સીબીએસઇ બોર્ડે અભ્યાસક્રમ 30 ટકા ઘટાડી દીધો છે. આ અંગે અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...