તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Encounter Between The Militants And The Militants Lasted For 8 Hours, The Area Was Cordoned Off And A Search Operation Was Launched.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ-કાશ્મીર:કુલગામમાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે 8 કલાક સુધી એન્કાઉન્ટર ચાલયું, વિસ્તારને ઘેરીને હવે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

કુલગામ(જમ્મુ-કાશ્મીર)10 મહિનો પહેલા
 • હાલ કોઈના મોતના સમાચાર નથી, કઠુઆમાં પણ હથિયારોથી લેન્સ શંકાસ્પદ દેખાયા, સર્ચ ઓપરેશન ચાલુ
 • એક સપ્તાહ પહેલા હિજબુલ મુજાહિદીનના ટોપ કમાન્ડર રિયાજ નાયકુને જવાનોએ ઠાર કર્યો હતો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 8 કલાક સુધી જવાનો અને આતંકવાદીઓ એન્કાઉન્ટર ચાલ્યું હતું. ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ બુધવારે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી સતત ફાઈરિંગ બાદ અંતે સવારે 8 કલાકે આ એન્કાઉન્ટર પુરુ થયું હતું. એન્કાઉન્ટર પુરુ થયા પછી હાલ જવાનાઓ આ વિસ્તારને ચારે તરફથી ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
કઠુઆમાં પણ શંકાસ્પદોની શોધ શરૂ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પણ મોડી રાતે સ્થાનિક લોકોએ જંગલમાં હથિયારોથી લેન્સ કેટલાક શંકાસ્પદોને જોયા હતા. સૂચના મળ્યા બાદ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ બાની તાલુકાના સંદરુન વન ક્ષેત્રમાંથી કેટલાક શંકાસ્પદોને પસાર થતા જોયા. તેમની પાસે હથિયારો પણ હતા.

ગત સપ્તાહમાં હિજબુલના ટોપ કમાન્ડર રિયાજ નાયકૂને ઠાર કરવામાં આવ્યો હતો

કાશ્મીરમાં જવાનોએ એક સપ્તાહ પહેલા જ આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીનના ટોપ કમાન્ડર રિયાજ નાયકૂને ઠાર કર્યો હતો. બે વર્ષથી તેનું નામ મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં હતું. તે બીમાર માતાને મળવા માટે પુલવામાના ગામ બેગપોરા આવ્યો હતો. નાયકૂને ઠાર કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓમાં ખળભળાટ છે. જાસૂસી એજન્સીના જણાવ્યા મુજબ આતંકવાદીઓ તેના જવાબમાં કોઈ મોટો હુમલો કરવાનું કાવતરું બનાવી રહ્યાં છે. આ કારણે જમ્મુ-કાશ્મીરમાં જવાનો પહેલા કરતા વધુ સતર્ક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો