• Gujarati News
  • National
  • An Employee Saved The Life Of A Woman Who Was Crossing The Railway Track, Even If She Narrowly Escaped

દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને ન પણ પીવે,VIDEO:રેલવે ટ્રેક ક્રોસ કરતી મહિલાનો કર્મચારીએ બચાવ્યો જીવ,એકવાર માંડમાંડ બચી તો પણ ન સમજી

15 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સીસીટીવીમાં મહિલા ન રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરતી દેખાઈ રહી છે. પોતાની મસ્તીમાં ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલા સામેથી આવી રહેલી ટ્રેનથી સાવ અજાણ હતી. પરંતુ અચાનક તેનું ધ્યાન જતા ટ્રેનને પોતાની તરફ આવતી જોઈ તે ડરી ગઈ અને તેને બચાવવા માટે લોકોની મદદ માંગવા લાગી. જે બાદ ત્યાં હાજર એક રેલવે કર્મચારીએ તરત જ દોડીને તેની મદદ કરી હતી. અને તેને પ્લેટફોર્મ પર ખેંચી. પરંતુ આ મહિલા પ્લેટફોર્મ પર રહેલી પોતાની પાણીની બોટલ લેવા ગઈ ત્યારે જ ટ્રેન પુરપાટ ઝડપે તેની એકદમ પાસેથી પસાર થઈ પરંતુ યોગ્ય સમયે મહિલા દૂર ખસી જતા તે બચી ગઈ.જો થોડી સેકન્ડનો પણ વિલંબ થાય તો મહિલાનું મૃત્યુ નિશ્ચિત હતું. જોકે રેલવે કર્મચારીની બહાદુરીએ મહિલાનો જીવ બચાવી લીધો હતો

અન્ય સમાચારો પણ છે...