• Gujarati News
  • National
  • An Average Of 70 Neonatal Deaths Per Month In 4 Hospitals In Delhi Including AIIMS; Worst Condition In Safdarjung Hospital

એનાલિસિસ:AIIMS સહિત દિલ્હીની 4 હોસ્પિટલમાં મહિને સરેરાશ 70 નવજાતનાં મોત; સફદરગંજ હોસ્પિટલમાં સૌથી ખરાબ સ્થિતિ

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
AIIMS, નવી દિલ્હી - ફાઇલ તસવીર - Divya Bhaskar
AIIMS, નવી દિલ્હી - ફાઇલ તસવીર
  • 5 વર્ષમાં દિલ્હીની 4 હોસ્પિટલોમાં 5724 નવજાત શિશુનાં મોત

દેશની રાજધાનીમાં સ્થિત કેન્દ્ર સરકારની ચાર હોસ્પિટલોમાં 6 વર્ષમાં સરેરાશ લગભગ 70 નવજાત બાળકોના દર મહિને મોત થયા છે. સૌથી ખરાબ સ્થિતિ સફદરગંજ હોસ્પિટલની છે જ્યાં 81 મહિનાના સમયગાળા દરમિયાન દર મહિને લગભગ 50 નવજાતોએ જીવ ગુમાવ્યો. આ જાણકારી સફદરગંજ હોસ્પિટલ ઉપરાંત એઇમ્સ, કલાવતી સરન હોસ્પિટલ અને સુચેતા કુપલાની હોસ્પિટલે આરટીઆઇ અધિનિયમ હેઠળ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓના જવાબમાં આપી છે. આરટીઆઇમાં જાન્યુઆરી 2015થી જુલાઈ 2021ની વચ્ચે હોસ્પિટલોમાં જન્મ બાદ જીવ ગુમાવનાર નવજાતોની સંખ્યા વિશે જાણકારી માંગવામાં આવી હતી.

આરટીઆઇના જવાબ મુજબ, આ સમયગાળામાં આ હોસ્પિટલોમાં 3.46 લાખથી વધુ બાળકો જન્મ્યા જેમાંથી 5724 બાળકોનાં મોત થયા. તેમાં 4000થી વધુ બાળકોનાં મોત માત્ર સફદરગંજ હોસ્પિટલમાં થયા છે, જોકે જન્મ લેનારા બાળકોની સંખ્યા અહીં સૌથી વધુ 1.68 લાખ છે. કલાવતી સરન હોસ્પિટલને બાદ કરતાં અન્ય હોસ્પિટલોએ બાળકોના મોતનું કારણ નથી જણાવ્યું. રામ મનોહર લોહીયા હોસ્પિટલે બાળકોના મોતના આંકડા નથી આપ્યા. આ આંકડાઓની ગણતરી કરતાં પ્રતિ હજાર બાળકો પર શિશુ મૃત્યુદર 16.5 આવે છે. એસઆરએસના ઓક્ટોબર 2021ના બુલેટિન મુજબ, 2019માં દિલ્હીમાં પ્રતિ હજાર બાળકો પર શિશુ મૃત્યુદર 11 હતો.

એઇમ્સે આપેલી માહિતી મુજબ, જાન્યુઆરી 2015થી જુલાઈ 2021ની વચ્ચે 173 બાળકોએ જીવ ગુમાવ્યો જે ચારેય હોસ્પિટલમાં સૌથી ઓછો છે. આ સમયગાળામાં 15354 બાળકોનો જન્મ થયો હતો. કલાવતી હોસ્પિટલમાં જાન્યુઆરી 2015થી જુલાઈ 2021 સુધીમાં 80959 બાળકોનો જન્મ થયો જેમાંથી 1199નાં મોત થયા. સુચેતા કૃપલાની હોસ્પિટલમાં 81611 બાળકો જન્મ્યા જેમાંથી 267ના મોત થયા. માત્ર કલાવતી હોસ્પિટલે પોતાના જવાબમાં બાળકોના મોતનું કારણ જણાવ્યું છે જેમાં સમયથી પહેલા જન્મના કારણે શ્વાસ રુંધાવો, સેપ્ટીસીમિયા, શ્વાસ લેવામાં તકલીફ અને બાળકોના ઓછા વજનના કારણે ઊભી થતી જટિલતાઓ છે. સુચેતા કૃપલાની હોસ્પિટલમાં 2015થી 2021 સુધી 81611 બાળકોના જન્મ થયા જેમાંથી 267નાં મોત થયા.

અન્ય સમાચારો પણ છે...