તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • An Army Of Union Ministers Landed Against Mamata, But Still Could Not Spoil The Trinamool; The BJP Had Confused The People

4 મુદ્દાથી સમજો બંગાળમાં શું થયું?:મમતા સામે કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારી, પરંતુ તે છતાં તૃણમૂલનું કંઈ બગાડી ના શકી; ભાજપે લોકોને અસમંજસમાં મૂકી દીધી હતી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મમતા બેનર્જી - ફાઇલ તસવીર - Divya Bhaskar
મમતા બેનર્જી - ફાઇલ તસવીર

દેશમાં રવિવારે પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ આવ્યા, પરંતુ બધાની નજર ફક્ત પશ્ચિમ બંગાળના રસપ્રદ ચૂંટણી જંગ પર જ હતી. આશાઓ પ્રમાણે બંગાળના પરિણામોમાં પણ ‘ખેલા’ થઈ ગયો. રાજ્યની 292 બેઠકમાંથી તૃણમૂલ કોંગ્રેસે પ્રચંડ બહુમતી હાંસલ કરીને 214 બેઠક જીતી લીધી. જ્યારે રાજ્યમાં પહેલીવાર ભગવા સરકારનો દાવો કરતા ભાજપને 76 બેઠક જ મળી. જોકે, આ ચૂંટણી જંગનો અસલી ટ્વિસ્ટ નંદીગ્રામ બેઠક રહી, જ્યાં મમતા બેનરજી હારી ગયા. તેઓ તૃણમૂલમાંથી ભાજપમાં જોડાયેલા સુવેન્દુ અધિકારી સામે 1956 મતથી હારી ગયા.

લોકોનો નિર્ણય સ્વીકાર્યઃ મમતા બેનર્જી
આ પરિણામો પછી મમતાએ કહ્યું કે, લોકોનો નિર્ણય મને સ્વીકાર્ય છે, પરંતુ અમને ગરબડ થયાના સમાચાર મળ્યા છે. હું આ પરિણામ વિરુદ્ધ કોર્ટમાં જઈશ. તૃણમૂલ કોંગ્રેસનો દેખાવ ના ફક્ત 2016 વિધાનસભા ચૂંટણીથી સારો રહ્યો, પરંતુ મતની ટકાવારીની રીતે પણ તેનું આ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન છે. 2016માં તૃણમૂલને 211 બેઠક મળી હતી, જ્યારે આ વખતે 215 મળી છે. આ વખતે તૃણમૂલને 48.02% મત મળ્યા, જ્યારે 2016માં તે 44% હતા. બીજી તરફ, બેઠકના મામલામાં ભાજપનો દેખાવ પણ 2016ની ત્રણ બેઠકની તુલનામાં ઘણો સારો છે. પરંતુ ભાજપ 2019ની લોકસભા ચૂંટણી જેવો દેખાવ ના કરી શક્યો. 2019માં ભાજપે 121થી વધુ બેઠક પર જીત મેળવી હતી.

4 મુદ્દાથી સમજો બંગાળમાં શું થયું?
1. રાજ્યોની ચૂંટણીમાં પ્રાદેશિક અસ્મિતા સર્વોપરી, દિલ્હીના નેતાઓએ ભીડ એકઠી કરી પણ તે વોટમાં રૂપાંતરિત ના થયા

​​​​​​​ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી. ખુદ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય ​​​​​​​મંત્રીઓએ ભરપૂર રેલીઓ કરી. ભીડ તો એકઠી થઈ પણ વાસ્તવિક સ્તરે આ ભીડને ભાજપ વોટમાં રૂપાંતરિત ન કરી શક્યો. અહીં પ્રજાએ કેન્દ્રીય ચહેરાની જગ્યાએ સ્થાનિક અસ્મિતાને જ પ્રાથમિકતા આપી.

2. મમતા સામે કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી પણ મુખ્યમંત્રી પદનો સ્થાનિક ચહેરો ન આપવાનું ભારે પડ્યું
તૃણમૂલ કોંગ્રેસનું પર્યાય મમતા બેનરજી છે. એક જોશીલા નેતાની તેમની છબિ આ ચૂંટણીમાં વધુ મજબૂત રીતે સામે આવી હતી. જોકે ભાજપે તેમની સામે મુખ્યમંત્રી તરીકે કોઈ નામની જાહેરાત ન કરી. આ કારણે સ્થાનિક કાર્યકરો અને પ્રજા બંને જ અસમંજસમાં રહ્યા.

3. મુસ્લિમ મતોનું ધ્રૂવીકરણ તૃણમૂલની તરફેણમાં રહ્યું, મમતા પર અંગત હુમલાથી હિન્દુ મતો પણ તેમને મળ્યાં
ભાજપે સાંપ્રદાયિક તુષ્ટીકરણનો મુદ્દો બનાવ્યો. ઈરાદો હતો કે આ બહાને ધ્રૂવીકરણથી હિન્દુ મતનો સાથ મળશે. ધ્રૂવીકરણ મુસ્લિમ મતોનું થયું અને તે તૃણમૂલની તરફેણમાં રહ્યા. મમતા બેનરજી પર પાર્ટીના અંગત હુમલાને લોકોએ બંગાળી અસ્મિતા પર હુમલાની જેમ જોયા. હિન્દુ મતો પણ મમતાને મળ્યા.

4. ડાબેરીઓ-કોંગ્રેસના નબળા રહેવાનું નુકસાન ભાજપને થયું, તે મજબૂત થયા હોત તો તૃણમૂલને નુકસાન થાત
​​​​​​​
સંભવત : પ્રથમ ચૂંટણી હતી જ્યારે લેફ્ટ પાર્ટીઓ સંપૂર્ણ રીતે ગેરહાજર રહી. કોંગ્રેસે પણ નહિંવત્ પ્રમાણમાં પ્રચાર કર્યો. આ પક્ષો જો રાજ્યમાં મજબૂત રીતે ઉતર્યા હોત તો મમતા બેનરજીને નુકસાન થયું હોત. આવું ન થયું. પરિણામે ડાબેરીઓ અને કોંગ્રેસ શૂન્ય પર આવી ગયા. પણ તૃણમૂલને કોઈ ખોટ ન ગઈ.

અન્ય સમાચારો પણ છે...