પ્રજાસત્તાક દિવસ:ગણતંત્ર પરેડમાં ડ્રોનની ફોજ તહેનાત થશે

નવી દિલ્હી16 દિવસ પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
  • દેશભરના કલાકારો દેશભક્તિના રંગ ભરશે, ડાન્સરો પણ પ્રસ્તુતિ કરશે
  • શહીદોના 5 હજારથી વધુ પરિજનોનું સન્માન કરાશે ​​​​​​​

આ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસનો સમારંભ અદભુત અને અભૂતપૂર્વ રીતે યોજાશે. આઝાદીના 75મા વર્ષના થઈ રહેલા આ સમારંભની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ પરેડનું આયોજન રાજપથ પર થશે. સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ હેઠળ વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી રાજપથ પર પુનર્વિકાસના કામ ચાલુ છે, જે અંતિમ તબક્કામાં છે.

આ માર્ગ પર પહેલીવાર દેશભરમાં સ્પર્ધાઓ થકી પસંદ કરેલા પ્રોફેશનલ કલાકારો પણ ઉતરશે. આ કાર્યક્રમમાં ટેક્નોલોજી, સ્વદેશી અને નવીનતાનો સમાવેશ કરવા અનોખી ડ્રોન પરેડ પણ યોજાઈ રહી છે. સંરક્ષણ વિભાગના અધિકારીઓએ ભાસ્કરને જણાવ્યું કે, ‘આ વખતે ગણતંત્ર દિવસની પરેડને ગણ-ગણની પરેડ બનાવવા માટે અનેક મોટી પહેલ કરાઈ છે.’

સંરક્ષણ મંત્રાલયના મતે, સેન્ટ્રલ વિસ્તાવાળા પ્રોજેક્ટ હેઠળ પરેડ માટે જરૂરી હિસ્સા જેવા કે રાજપથ, તેની નજીકના લૉન, નહેર, પાર્કિંગ એરિયા અને અન્ય હિસ્સાનું નિર્માણ પૂરું થઈ ગયું છે. અહીં એક નહેર છે, જે કાર્યક્રમ વખતે ખાલી રહેશે. રાજપથ પર લૉન અને નહેર કિનારે લાઈટ પોલ લગાવાયા છે. વીઆઈપીના આગમનને સરળ બનાવવા નહેરો પર 16 પાકા પુલ બનાવાયા છે.

શુક્રવારે નવા રાજપથ પર પરેડની પ્રેક્ટિસ પણ શરૂ થઈ જશે. 17, 18, 20 અને 21 જાન્યુઆરીએ રિહર્સલ થશે, જ્યારે 23 જાન્યુઆરીએ ફૂલ ડ્રેસ રિહર્સલ થશે. જોકે, કોરોનાના કારણે એ નિર્ણય નથી લેવાયો કે, અહીં કેટલા દર્શકોને મંજૂરી અપાશે, પરંતુ 30 હજાર પગથિયાવાળી બેન્ચ તૈયાર છે.

ત્રિરંગો, બંધારણ અને રાષ્ટ્રનાયકોને ડ્રોનથી સલામી અપાશે
પરેડ માટે પહેલીવાર એક હજાર ડ્રોનની ફોજ તૈયાર કરાઈ છે. તેના થકી ટેક્નોલોજીનું બેજોડ પ્રદર્શન કરાશે. રાજપથના આકાશ પર ડ્રોનને એકસાથે કાબુમાં રાખવાની ક્ષમતા જોવા મળશે. આ ઉપરાંત પાંચ મધ્ય એશિયાઈ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામે આકાશમાં ત્રિરંગો, બંધારણ અને આઝાદીના અમૃત મહોત્સવનો પણ ઉદઘોષ કરાશે.

3870માંથી 500 પ્રોફેશનલ્સ પસંદ કરાયા, પરેડમાં ધમાકેદાર રજૂઆત
રાજપથ પર પ્રોફેશનલ ડાન્સ ટ્રૂપ્સના શૉ પણ યોજાશે. વંદે માતરમ સ્પર્ધા થકી 323 ગ્રૂપના 3870 સ્પર્ધકોમાંથી 500 ડાન્સર પસંદ કરાયા છે, જે ધમાકેદાર રજૂઆત કરશે. વીરગાથા સ્પર્ધા થકી રાષ્ટ્રનાયકો પર ગીત, નિબંધ, વાર્તાઓ લખનારા 25 યુવા વિજેતા પણ પસંદ કરાયા છે. તેઓ પણ પરેડમાં સામેલ થશે.

સમર સ્મારકમાં શહીદોને નમન: પ્રજાસત્તાક દેશની ભાવનાને અનુરૂપ દેશભરમાંથી એ પરિજનોને પણ આમંત્રિત કરાયા છે, જેમના કોઈ કુટુંબીજને દેશ માટે કુરબાની આપી છે, શહીદી વહોરી છે. ઈન્ડિયા ગેટ નજીકના સમર સ્મારક પર પાંચ હજારથી વધુ પરિવારજનોને એકસાથે સન્માનિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...