• Gujarati News
  • National
  • An Army Jawan Broke Into A House, Strangled A Woman, Knocked Her To The Ground, Then Pushed Her Out.

પ્રયાગરાજમાં પોલીસકર્મીએ મહિલા સાથે મારપીટ કરી, VIDEO:આર્મી જવાનના ઘરમાં ઘૂસી મહિલાને ગળું દબાવીને તેને જમીન પર પછાડી દીધી, પછી ઢસડીને બહાર લઈ ગયા

પ્રયાગરાજએક મહિનો પહેલા
  • ઈન્સ્પેક્ટરે પોતાની ટીમ સાથે આવીને ઘરની મહિલાઓને માર માર્યો હતો.

ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં એક પોલીસકર્મીએ આર્મી જવાનના ઘરમાં ઘુસીને મારામારી કરી હતી. આ પોલીસ ઈન્સ્પેક્ટર સીધા જ આર્મી જવાનના ઘરમાં ઘૂસીને એક મહિલા પર તુટી પડ્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરે મહિલાનું ગળું દબાવીને તેને ધક્કો મારીને પછાડી દીધી હતી.

આ પછી મહિલાને ઢસડીને ઘરની બહાર લાવ્યા હતા. આ જોઈને ઘરના બાળકો રડવા લાગ્યા હતા. પરંતુ ઈન્સ્પેક્ટર મહિલાને સતત મારતો રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે 11 મેનો જણાવવામાં આવી રહ્યો છે. જો કે ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

સીઓ બારા અજીત કુમારે જણાવ્યું હતુ કે પોલીસ ટીમ સાથે પરિવારે ઝપાઝપી કરી હતી. જેમાં ગુસ્સે ભરાયેલા પોલીસ ઈન્સ્પેક્ટર ઋતુરાજ સિંહે ગેરવર્તન કર્યું હતું. જે યોગ્ય નથી. આ મામલે તપાસ કરવામાં આવશે.

ઈન્સ્પેક્ટર મહિલાનું ગળું દબાવીને તેને મારતો રહ્યો હતો.
ઈન્સ્પેક્ટર મહિલાનું ગળું દબાવીને તેને મારતો રહ્યો હતો.

રેવન્યુ ટીમ સાથે પોલીસ દબાણ દૂર કરવા ગઈ હતી
હકીકતમાં, 11 મેના રોજ રેવન્યુ ટીમ પોલીસ સાથે શંકરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના દેવરા ગામમાં ગઈ હતી. ગામના રહેવાસી દેવેન્દ્ર પ્રતાપ સિંહે પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની બાઉન્ડ્રી વોલ તોડીને રાજકરણ યાદવ અને અન્યોએ કબજો કરી લીધો છે. જેની ઘણી વખત માપણી પણ કરવામાં આવી હતી.

પોલીસનો આરોપ છે કે રામકરણ યાદવ અને તેના પરિવારના સભ્યોએ રેવન્યુ અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસે આ કેસમાં ટીમ પર હુમલો કરવા, ઇન્સ્પેક્ટરનો યુનિફોર્મ ફાડવાનો કેસ દાખલ કર્યો. ટ્રાયલમાં આર્મી જવાન વિકાસ યાદવ, રામકરણ યાદવ, રૂપ સિંહ અને વિવેક રામકરણની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જો કે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની ટીમ ખુદ આરોપોથી ઘેરાયેલી જોવા મળી રહી છે.

ઈન્સ્પેક્ટરે મહિલાને ગળું દબાવીને જમીન પર પછાડી દીધી હતી.
ઈન્સ્પેક્ટરે મહિલાને ગળું દબાવીને જમીન પર પછાડી દીધી હતી.

આ કેસમાં અગાઉ પણ ધરપકડ, કેસ પછી લખવામાં આવ્યો
જવાન વિકાસના પરિવારનું કહેવું છે કે 40 વર્ષથી રાજા દેવેન્દ્ર સિંહે રામકરણ યાદવની રસ્તાની બાજુની એક વીઘા જમીન પર કબજો જમાવ્યો હતો. તે જમીનને રામ કરણ દ્વારા થોડા દિવસો પહેલા ખેડવામાં આવી હતી, જેના કારણે દેવેન્દ્ર સિંહ ગુસ્સે ભરાયો હતો.

પરિવારજનોનો આરોપ છે કે આ કેસમાં અગાઉ પણ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ કેસ ચાલ્યો હતો. 11મી મેના રોજ ઈન્સ્પેક્ટરે પોતાની ટીમ સાથે આવીને ઘરની મહિલાઓને માર માર્યો હતો. જેનો વિડીયો છુપી રીતે બનાવવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓએ 8 મોબાઈલને છીનવી લીધા હતા જેથી સત્ય બહાર ન આવે. જણાવી દઈએ કે, જેલમાં મોકલવામાં આવેલા વિકાસ યાદવના લગ્ન 9 મેના રોજ થયા હતા. લગ્નના કારણે તે રજા પર ગામ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...