તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિક્ષણ:કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ધો.9થી 12 સુધીનું 8 સપ્તાહનું વૈકલ્પિક કેલેન્ડર જાહેર કર્યું

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે ઉચ્ચતર માધ્યમિક ધોરણો માટે વૈકલ્પિક કેલેન્ડર જાહેર કર્યું છે. ફાઇલ તસવીર.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે ઉચ્ચતર માધ્યમિક ધોરણો માટે વૈકલ્પિક કેલેન્ડર જાહેર કર્યું છે. એ આઠ અઠવાડિયાંનું રહેશે. આ કેલેન્ડરને એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાયું છે એટલા માટે તે એનસીઈઆરટીનો સિલેબસ ફોલો કરનારા 9માથી 12મા સુધીના તમામ વિદ્યાર્થીઓ પર લાગુ પડશે.

કોરોનાના કારણે અત્યારસુધી સ્કૂલો શરૂ થઈ શકી નથી. આ કારણે જ તેનો ઉદ્દેશ ઘરેથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો પ્રયોગ કરવાનું શિક્ષણ આપવાનો છે. આ કેલેન્ડરમાં કળા, શારીરિક વ્યાયામ, યોગ, પૂર્વ-વ્યાવસાયિક કૌશલ્ય જેવી પ્રવૃત્તિઓને પણ સામેલ કરાઈ છે. આ કેલેન્ડરમાં સારણીબદ્ધ રૂપે ધોરણ પ્રમાણે અને વિષયવાર પ્રવૃત્તિઓ સામેલ કરાઈ છે. પ્રવૃત્તિઓ ચાર ક્ષેત્રો સાથે સંકળાયેલી છે જેમ કે હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને સંસ્કૃત. કેલેન્ડરમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે તણાવ તથા ચિંતાને ઘટાડવાની રણનીતિઓને પણ સામેલ કરાઈ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો