મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા પિંપરી ચિંચવડમાં એક હ્રદયદ્રવાક ઘટના સામે આવી છે. અહીં 8 વર્ષના બાળકે મોબાઈલ ફોનમાં હોરર ફિલ્મ જોઈ, જે બાદ સીનને રીક્રિએટ કરવાના પ્રયાસમાં ફાંસી લગાવીને જીવ આપી દીધો. ખાસ એ છે કે બાળકે પહેલાં પોતાની ઢીંગલીને ફાંસી આપી અને પછી તેને આવું જીવલેણ પગલું ભર્યું
સોમવાર સાંજે આ ઘટના પિંપરી ચિંચવાડના થેરગાવ વિસ્તામાં ઘટી. 8 વર્ષનો સૂરજ (નામ બદલાવ્યું છે) માતા-પિતા અને ભાઈ, બહેનની સાથે રહેતો હતો. ઘટના સમયે તેની મમ્મી રસોડામાં કામ કરતી હતી. ભાઈ અને બહેન બેસીને ભણતા હતા. બાળક રૂમમાં એકલો હતો અને મોબાઈલ ફોનમાં હોરર ફિલ્મ જોઈ રહ્યો હતો.
ઢીંગલીને લટકાવીને પહેલાં તેના મોઢું ઢાંકી દીધું
આ બાળક બહેનના રૂમમાંથી પહેલાં એક ઢીંગલી લઈ આવ્યો. તેના મોઢા પર કાળું કપડું મૂકીને તેને લટકાવી દીધી. જે બાદ તેને બારી સાથે બાંધેલું દોરડું પોતાના ગળામાં બાંધ્યું અને બેડ પરથી કૂદી ગયો. દોરી નાની હતી તેથી તેનો પગ જમીન સુધી ન પહોંચી શક્યો અને શ્વાસ રુંધાવાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું.
બાળકે મરતાં પહેલાં પોતાનું મોઢું પણ કપડાંથી ઢાંક્યું
બાળકની માતાએ જણાવ્યું કે- હું ઉપર કામ કરી રહી હતી. બાળક નીચે રમી રહ્યો હતો. મેં નીચે આવીને જોયું તે સુતેલો હતો અને તેના મોઢા પર કપડું બાંધેલું હતું. કપડું હટાવ્યું અને મને તેના ગળામાં ફંદો દેખાયો. તેનું શરીર ઠંડુ પડી ગયું હતું.
બાળકના પિતા સોસાયટીમાં ચોકીદાર છે
સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સત્યવાન માનેના જણાવ્યા મુજબ- અમને તે વાતની જાણકારી મળી હતી કે એક બાળકે ફંદા પર લટકીને સુસાઈડ કરી લીધું. જે બાદ ટીમ ઘટના સ્થળે પહોંચી. બાળકને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેના મોતની પુષ્ટિ કરવામાં આવી. બાળકના પિતા આ સોસાયટીમાં જ ચોકીદાર છે. માતા ઘરોમાં ખાવાનું બનાવવાનું અને સાફ-સફાઈનું કામ કરે છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સ્પષ્ટ થઈ જશે મોતનું કારણ
બાળકની માતાના જણાવ્યા મુજબ, તે કામ પૂરું કરીને જ્યારે બાળકને શોધતી રુમમાં પહોંચી તો ત્યાં લટકેલો હતો. તેને માતાએ જ નીચે ઉતાર્યો અને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં ડોકટર્સે તેને મૃત જાહેર કર્યો. હાલ પોલીસ આ કેસને આત્મહત્યાનો કેસ ગણાવીને તપાસ કરી રહી છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે મોતનો કોઈ બીજો એન્ગલ તો નથી ને.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.