હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીર ખીણમાં હિમવર્ષા પછી ઉત્તર ભારતમાં પણ 'કોલ્ડ-એટેક' વધશે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયાથી ચંદીગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઝાકળનું જોર વધશે. પહાડોના બર્ફીલા પવનને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે. બીજી તરફ, લાહૌલ-સ્પિતિમાં કિલોંગનું લઘુતમ તાપમાન -6.9 (માઇનસ) ડીગ્રી થઈ ગયું છે.
પ્રદેશના પડોશી રાજ્ય અમૃતસરમાં મહત્તમ તાપમાનમાં 8 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. અહીં લઘુતમ તાપમાન 11.9 ડીગ્રી અને મહત્તમ તાપમાન 19.8 ડીગ્રી નોંધાયું હતું. ચંદીગઢમાં 4 ડીગ્રીના ઘટાડા બાદ મહત્તમ તાપમાન 23.9 અને લઘુતમ તાપમાન 14.2 ડીગ્રી નોંધાયું હતું. અંબાલા, લુધિયાણા, પટિયાલા, હિસાર, જયપુરમાં પણ તાપમાનમાં 1થી 4 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.
ઉત્તર ભારતમાં ઠંડી વધશે, ધુમ્મસ રહેશે
હવામાન કેન્દ્ર શિમલાના ડાયરેક્ટર સુરેન્દ્ર પાલે જણાવ્યું હતું કે પહાડો પર હિમવર્ષા પછી ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જશે. ઉત્તર ભારતના મોટા ભાગનાં શહેરોનું લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે આવી શકે છે. તેમણે કહ્યું હતું કે ધુમ્મસ પણ શરૂ થશે.
હિમાચલમાં આ સીઝનની પ્રથમ હિમવર્ષા
હિમાચલના મનાલી, નારકંડા, શિકારી દેવી અને બિજલી મહાદેવમાં છેલ્લા 24 કલાક દરમિયાન આ સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે તેમજ મેદાની વિસ્તારોમાં શિયાળા ઋતુનો પ્રથમ વરસાદ થયો હતો. છેલ્લા 48 કલાક દરમિયાન લાહૌલ-સ્પિતિના કુકુમસેરીમાં 24 સેમી, કોકરસમાં 22 સેમી, કેલોંગમાં 15 સેમી, ગોંડલામાં 13 સેમી અને ખદરાલામાં 3 સેમી હિમવર્ષા થઈ છે.
અહીં ઉત્તરાખંડ અને કાશ્મીર ખીણમાં પણ હિમવર્ષા થઈ છે. ગુલમર્ગ સહિત ઘાટીના ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસમાં નોંધાયું છે.
પાડોશી રાજ્યોમાં ઠંડીની અસર
નવેમ્બરના પહેલા પખવાડિયામાં પહાડો પર કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હિમાચલનાં ઘણાં શહેરોમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે છે. ઘણાં શહેરોમાં તાપમાનનો પારો 5 ડીગ્રી સુધી ગગડી ગયો છે. વધતા જતા શિયાળો અને પીવાના પીણાની પાઇપો થીજી જવાને કારણે પહાડી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઠંડીની અસર પડોશી રાજ્યો પર જોવા મળશે.
ફ્રીઝિંગ પોઇન્ટથી નીચે પહોંચ્યું તાપમાન
હિમાચલમાં હિમવર્ષા પછી ઊંચાં ક્ષેત્રોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ચંબાના પાંગી અને ભરમોર, શિકારી માતાનું તાપમાનમાં શૂન્ય ડીગ્રીથી નીચે ગગડ્યું છે.
હિમાચલના મુખ્ય વિસ્તારોનું તાપમાન
વિસ્તાર | લઘુતમ તાપમાન |
કેલોંગ | -6.9 |
કુકુમસેરી | -3.8 |
શિમલા | 6.1 |
કલ્પા | -1.2 |
મનાલી | 1.0 |
નારકંડા | 1.5 |
સિયોબાગ | 2.0 |
રિકોંપિયો | 1.7 |
ધર્મશાલા | 9.1 |
પ્રવાસન વ્યવસાયીઓને વેપારની આશા
સીઝનની પ્રથમ હિમવર્ષાથી પ્રવાસીઓ અને પ્રવાસન વ્યવસાયીઓના ચહેરા ખીલી ઊઠ્યા છે. કોરોનાને કારણે પર્યટન ઉદ્યોગને છેલ્લાં અઢી વર્ષમાં સૌથી વધુ નુકસાન થયું છે. આવી સ્થિતિમાં અર્લી સ્નો ફોલે પ્રવાસન વ્યાવસાયિકોમાં સારા વેપારની આશા પેદા કરી છે.
19 અને 20મીએ ફરી હિમવર્ષા થવાની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી આગામી 4 દિવસ સુધી હવામાન ચોખ્ખું રહેશે, પરંતુ 18 નવેમ્બરની સાંજથી વાતાવરણમાં પલટો આવશે. 19 અને 20 નવેમ્બરે ફરી હિમવર્ષા થવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.