સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

તસવીર કોલકાતાની છે. ભારે વરસાદથી ઘણા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા.
તસવીર કોલકાતાની છે. ભારે વરસાદથી ઘણા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા.
કોલકાતા એરપોર્ટની તસવીર છે. અહીં રન વે પાણીમાં ડૂબી ગયા હતા.
X
તસવીર કોલકાતાની છે. ભારે વરસાદથી ઘણા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા.તસવીર કોલકાતાની છે. ભારે વરસાદથી ઘણા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા.

  • બુધવારે 190 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો, 5500 ઘરોને નુકસાન
  • વાવાઝોડું નબળુ પડવાના એંધાણ; આસામ અને મેઘાલયમાં હળવા વરસાદની આગાહી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 08:13 AM IST

કોલકતા. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બુધવારે તબાહી મચાવનાર વાવાઝોડું અમ્ફાન ધીમું પડી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના જણાવ્યા મુજબ રાજ્યમાં 72  થયા છે. 5500 ઘરોને નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે આવી તબાહી ક્યારેય જોઈ નથી. વાવાઝોડાથી હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયુંછે. સાચા આંકડા માટે 3-4 દિવસ લાગી શકે છે.  હવામાન વિભાગ મુજબ વિતેલા છ કલાકમાં તે 27 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધ્યું હતું. વાવાઝોડું નબળું પડવાના એંધાણ છે. આસામ, મેઘાલયમાં આજે 30થી 50 કિમીની ઝડપથી પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. વાવાઝોડાને લીધે બુધવારે 190 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે બંગાળના વાવાઝોડાની તસવીર જોઈ. સમગ્ર દેશ મજબૂતી સાથે બંગાળ સાથે ઊભો છે.રાજ્યના લોકોની સલામતીની પ્રાર્થના કરું છું. અસરગ્રસ્તોની મદદમાં કોઈ કસર બાકી નહીં રખાય.

કોલકાતા એરપોર્ટના રનવે પર પાણી ભરાયા
વાવાઝોડાએ એરપોર્ટ ઉપર ભારે તારાજી સર્જી છે. એરપોર્ટ ઉપર ચારેય બાજુએ પાણી ભરાઈ ગયા છે. આ એરપોર્ટ ઉપર પેસેન્જર્સ ફ્લાઈટ્સ 25 માર્ચથી રદ્દ કરાઈ છે. માત્ર કાર્ગો અને વંદે ભારત મિશનની ફ્લાઈટ્સ આવી રહી હતી. તેને પણ હાલ રોકી દેવાઈ છે.

આ તસવીર કોલકતાની છે. અહીં અમ્ફાનથી જાનમાલનું નુકસાન થયું છે.

ભારે વરસાદના કારણે કોલકાતાના ઘણા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

6.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા
વાવાઝોડું બુધવાર બપોર પછી કોલકાતા પહોંચ્યું હતું. સાંજે સાડા સાત વાાગ્યા પછી પવનની ઝડપ ધીમી પડી હતી. પાંચ કલાકમાં વાવાઝાડાએ તબાહી મચાવી દીધી હતી.  વાવાઝોડા પહેલા 6.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. બંગાળમાં  5 લાખ લોકોને અને ઓરિસ્સામાં 1.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે વાવાઝોડાના માર્ગ અને સમયનું સાચું આકલન કરવાથી રેસ્ક્યુ ટીમને મદદ મળી. 

ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

વાવાઝોડાથી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કેટલા જિલ્લા પ્રભાવિત?
ઓરિસ્સાના નવ જિલ્લા ગંજમ, જગતસિંહપુર, કટક, કેંદ્રાપાડા, જાજપુર, ગંજામ ભદ્રક અને બાલારોસ પ્રભાવિત છે. પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુર, 24 દક્ષિણી, ઉતરી પરગના, હાવડા, હુગલી, પશ્ચિમી મિદનાપુર અને કોલકતામાં તેની અસર જોવા મળી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી