તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસામ પ્રવાસે ગૃહમંત્રી:અમિત શાહે કહ્યું- ફરીથી અમારી સરકાર બની તો લવ જેહાદ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશું

ગુવાહાટી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમિત શાહે કહ્યું કે લેન્ડ જેહાદના માધ્યમથી આસામની ઓળખ બદલવાનું કામ બદરૂદ્દીન અજમલે કર્યું છે. કોંગ્રેસ આજે એ જ બદરૂદ્દીન અજમલની સાથે છે. - Divya Bhaskar
અમિત શાહે કહ્યું કે લેન્ડ જેહાદના માધ્યમથી આસામની ઓળખ બદલવાનું કામ બદરૂદ્દીન અજમલે કર્યું છે. કોંગ્રેસ આજે એ જ બદરૂદ્દીન અજમલની સાથે છે.
  • શાહે કહ્યું- આસામ આજે મોદીજીના નેતૃત્વમાં આતંકવાદથી મુક્ત થઈને વિકાસના રસ્તે આગળ વધી રહ્યું

આસામમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ગૃહ મંત્રી અમિત શાહ કામરૂપ અને મોરી ગામે પહોંચ્યા હતા. અહીં શાહે કહ્યું હતું કે ભાજપના સંકલ્પ પત્રના ઘણી બધી વાતો છે, પરંતુ સૌથી મોટી વાત લવ જેહાદ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાનું કામ ભાજપ સરકાર કરશે. અમે અમારા વચનથી પાછળ નહીં હટીએ.

અમિત શાહે અહીં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતાં આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધીનું કહેવું છે કે બદરૂદ્દીન અજમલ આસામની ઓળખ છે. આસામની ઓળખ શંકર દેવ અને માધવ દેવ છે, વીર સેનાપતિ લાચિત બોરફૂકન છે. કોંગ્રેસ કેટલુએ પણ જોર લગાવે, પણ અમે બદરૂદ્દીનને આસમાની ઓળખ નહીં બનવા દઈએ.'

શાહે વધુમાં કહ્યું હતું કે જંગલો પર ઘૂસણખોરોએ કબ્જો જમાવી રાખ્યો છે. લેન્ડ જેહાદના માધ્યમથી આસામની ઓળખ બદલવાનું કામ બદરૂદ્દીન અજમલે કહ્યું હતું. કોંગ્રેસ આજે બદરૂદ્દીન અજમલનો સાથ છે.

શાહના ભાષણની મહત્વની વાતો

2 લાખ સરકારી અને 8 લાખ પ્રાઈવેટ નોકરીઓનું વચન
ધોરણ 8 બાદ દરેક વિદ્યાર્થિનીઓને સાયકલ આપવામાં આવશે. કોલેજ જતી દરેક વિદ્યાર્થિનીઓને સ્કૂટી આપવામાં આવશે. 2 લાખ સરકારી નોકરીઓ અને 8 લાખ પ્રાઈવેટ નોકરીનું સર્જન 2022 પહેલા કરવામાં આવશે. આસામમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે.

બદરૂદ્દીન અજમલે રાજ્યને નુકશાન કર્યું
લેન્ડ જેહાદના માધ્યમથી આસામની ઓળખ બદલવાનું કામ બદરૂદ્દીન અજમલે કર્યું છે. જો બદરૂદ્દીન અજમલે અને કોંગ્રેસની સરકાર આસામમાં આવશે, તો આસામ ફરી એક વખત આતંકવાદના રસ્તે ચાલ્યું જશે.

અમે આસામને ઘૂસણખોરોથી મુક્ત કર્યું
કાઝીરંગાના જંગલોમાં ઘૂસણખોરો કોઈ પ્રકારની રોક-ટોક વિના જ ગેંડાઓનો શિકાર કરતાં હતા. આજે સમગ્ર દુનિયામાં ગેંડા આસમાની ઓળખ બન્યા છે. સમગ્ર કાઝીરંગાના જંગલોને ઘૂસણખોરોથી મુક્ત કરવાનું કામ ભાજપની સરકારે કહ્યું છે.

આસામ વિકાસના રસ્તે
બોડો લેન્ડની સમજૂતી સમગ્ર આસામ માટે શાંતિનો સંદેશ છે. વર્ષોથી જે આસામ આતંકવાદના કારણે યુવાઓનો જીવ ગુમાવતું હતું, તે આસામ આજે મોદીજીના નેતૃત્વમાં આતંકવાદથી મુક્ત થઈને વિકાસના રસ્તે આગળ વધી રહ્યું છે.

આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી
આસામની 126 બેઠકો માટે 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલે ત્રણ તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં કુલ 47 બેઠાઓ પર મતદાન થશે. બીજા તબક્કામાં 39 અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થશે. મત ગણતરી 2 મે ના રોજ યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો