તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Amit Shah Said Who And With Whose Permission The Phone Recordings Were Made, The Name Should Be Made Public

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર સરકાર માટે ખતરાની ઘંટડી:અમદાવાદમાં અમિત શાહને મળ્યા શરદ પવાર; શાહે કહ્યું- આ બધી કહેવાની વાત નથી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • અમિત શાહે કહ્યું- કોણે અને કોની મંજૂરીથી ફોન રેકોર્ડિંગ કરવામાં આવ્યા, નામ જાહેર થવા જોઈએ
  • અમિત શાહે મમતા સરકાર પર નિશાન સાધ્યું
  • શાહે કહ્યું- ભાજપ બંગાળની પ્રથમ તબક્કાની 30 બેઠકોમાંથી 26 બેઠકો જીતશે

મહારાષ્ટ્રમાં એન્ટિલિયા કેસના આરોપી સચિન વાઝે અને ગૃહ મંત્રી અનિલ દેશમુખના સંબંધ મામલે અહીંનું રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારના સાથી પક્ષ એનસીપીના બે મોટા નેતાના ગુજરાત પ્રવાસથી સરકારની ઊંઘ ખરાબ કરી નાંખી છે. અહેવાલો છે કે, અમદાવાદમાં એક ઉદ્યોગપતિના ઘરે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને તેમના સાથીદાર પ્રફૂલ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આ મુલાકાત પછી રાજકીય ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. શાહની પવાર સાથેની મુલાકાતને રાજકીય પંડિતો મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેનાની સંયુક્ત સરકાર માટે ખતરો માની રહ્યા છે. આ દરમિયાન રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહને સવાલ કરાયો કે, ‘કાલે તમે અમદાવાદમાં હતા. ત્યાં શરદ પવાર અને પ્રફૂલ પટેલને પણ મળ્યા હતા.’ તેના જવાબમાં શાહે કહ્યું કે, ‘આ કંઈ કહેવાની વાત નથી. બધું જાહેર ના કરી શકાય.’

જોકે, એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે, ‘આવી કોઈ મુલાકાત થઈ જ નથી. અફવાઓ ફેલાવીને ભ્રમ ઊભો કરાઈ રહ્યો છે.’ બીજી તરફ, શાહના નિવેદનથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં ઉથલપાથલ થઈ શકે છે. આ ઉપરાંત શિવસેનાએ પણ તેના મુખપત્ર ‘સામના’માં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને ‘એક્સિડેન્ટલ ગૃહમંત્રી’ ગણાવીને એનસીપી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ જણાવ્યું છે કે, અમે સચિન વાઝે કેસમાં ન્યાયિક તપાસ કરીશું.

બીજી તરફ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે સંજય રાઉતના લેખનો વિરોધ કરતા કહ્યું છે કે, ‘એનસીપીમાં ક્વૉટાથી કોને, કયો હોદ્દો અપાશે, તે શરદ પવાર નક્કી કરે છે. કોઈને તેના પર સવાલ કરવાનો હક નથી.’ બાદમાં તેમણે એક પત્ર લખીને આરોપ મૂક્યો હતો કે, ગૃહ મંત્રી અનિલ દેશમુખ પોલીસ અધિકારીઓને તેમના ઘરે બોલાવીને મહિને રૂ. 100 કરોડની વસૂલાત કરવાનું દબાણ કરતા, જેમાં સચિન વાઝે પણ સામેલ હતા. હાલ વાઝે એન્ટિલિયા કેસમાં એનઆઈએની કસ્ટડીમાં છે. એનઆઈએની તપાસમાં માલુમ પડ્યું છે કે, એન્ટિલિયા સામે સ્કોર્પિયો વાઝેએ મૂકી હતી.

વાઝેની વસૂલાતની જાણ ગૃહમંત્રીને ન હતી?
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સંજય રાઉતે તંત્રી લેખમાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને બચાવવામાં નિષ્ફળ રહેલી એનસીપી પર નિશાન સાધ્યું છે. તેમાં લખ્યું છે કે, ‘સરકાર પાસે ડેમેજ કંટ્રોલનો કોઈ પ્લાન નથી. જો સચિન વાઝે કમિશનર ઓફિસમાં બેસીને વસૂલાત કરતા હતા, તો શું ગૃહ મંત્રી અનિલ દેશમુખને તેની જાણ ન હતી? વાઝેને આવા અમર્યાદિત અધિકારો કોના આદેશથી અપાયા હતા? આ સંશોધનનો વિષય છે.’ આ ઉપરાંત ‘સામના’માં દેશમુખને ‘એક્સિડેન્ટલ ગૃહમંત્રી’ ગણાવીને કહેવાયું છે કે, ‘...અનેક વરિષ્ઠ નેતાઓના ઈનકાર પછી અમે દેશમુખને ગૃહ મંત્રી બનાવ્યા હતા.’

મેં જ મુખ્યમંત્રીને તપાસ માટે પત્ર લખ્યોઃ દેશમુખ
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પોતે જ રવિવારે મીડિયાને જણાવ્યું કે, ‘મારી પર લાગેલા આરોપોની ન્યાયિક તપાસ થશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય કર્યો છે કે, હાઈકોર્ટના નિવૃત્ત જજ તેની તપાસ કરશે. મેં જ મારા પર લાગેલા આરોપોની તપાસ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેમાં મેં કહ્યું હતું કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપોની તપાસ કરો, જેથી સત્ય બહાર આવે.’ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા સામે 20 જિલેટિન સ્ટિક મૂકેલી સ્કોર્પિયો કાર મળી હતી. આ કેસમાં લાપરવાઈનું કારણ બતાવીને મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહની બદલી કરી નાંખી હતી.

શાહે મમતા સરકાર પર નિશાન સાધ્યું
પશ્ચિમ બંગાળ અને આસામમાં શનિવારે પ્રથમ તબક્કાના મતદાન બાદ રવિવારે ગૃહ મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન શાહે ભાજપ સાંસદ મુકુલ રોયનો ઓડિયો લીક થવા બાબતે નામ લીધા વગર મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું.

શાહનો દાવો- બંગાળમાં પ્રથમ તબક્કાની 26 બેઠકો જીતીશું
અમિત શાહે કહ્યું કે આસામ અને બંગાળ આ ચૂંટણી પહેલા ચૂંટણી હિંસા માટે જાણીતા રાજ્યો હતા. બંને સ્થળોએ પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. આવનારા સમય માટે આ શુભ સંકેત છે. શાહે દાવો કર્યો હતો કે ભાજપ બંગાળની પ્રથમ તબક્કાની30 બેઠકોમાંથી 26 બેઠકો જીતશે. શાહે કહ્યું કે બંગાળમાં અમારા મત પણ વધશે અને આપણી બેઠકો પર જીતનો તફાવત પણ વધશે. જ્યારે, આસામમાં 47માંથી ભાજપ 37 બેઠકો પર વિજય મેળવશે.

શાહે કહ્યું કે તેઓ બંગાળમાં વધુ 200 અને આસામમાં પહેલા કરતાં વધુ બેઠકો મેળવીને સરકાર બનાવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આસામમાં જે વિકાસ થયો છે, જે રીતે ત્યાની અમારી સરકારે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે, તેને લોકોનું મોટું સમર્થન મળી રહ્યું છે. ડબલ એન્જિન સરકારનો કોન્સેપ્ટ આસામની જનતાએ ભાજપના આચરણ દ્વારા સમજી લીધી છે.

ગૃહ મંત્રીએ કહ્યું - દીદીએ બંગાળના લોકોને નિરાશ કર્યા
મમતા બેનર્જી પર નિશાન સાધતાં શાહે કહ્યું કે બંગાળમાં તુષ્ટિકરણ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચારની બોલબાલા હતી. કોરોના સામે લડત, અંફાનમાં બેદરકારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર જનતા મમતા સરકારથી નિરાશ થઈ છે. 27 વર્ષના લેફ્ટના શાસન બાદ જનતાને દીદી પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ જનતાને નિરાશા જ મળી. મોદીજીના નેતૃત્વમાં અમે જે સોનાર બાંગ્લાનો સંદેશો આપ્યો છે, તેનાથી જનતાની અંદર આશા જાગી છે.

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું, 'હું નંદિગ્રામની જનતાને કહેવા માંગુ છું કે બંગાળમાં પરિવર્તન તેમના હાથમાં જ છે. આમ તો સમગ્ર રાજ્યમાં પરિવર્તનની આવશ્યકતા છે, પરંતુ જો નંદીગ્રામની જનતા સ્વયં નિર્ણય લે તો પરિવર્તન જાતે જ થઈ જશે.' TMC તરફથી ગેરરીતિના આરોપો અંગે શાહે કહ્યું કે આ બધુ તેમની હારના સંકેત છે. તેમની ફરિયાદ તે નથી કે ગોટાળા થયા છે. તેઓ ફરિયાદ કરે છે કે તેઓ ગોટાળા કરી શકતા નથી.

બંગાળમાં 79.79% અને આસામમાં 72.14% મતદાન
શનિવારે પ્રથમ તબક્કા માટે પશ્ચિમ બંગાળ અને આસામની કુલ 77 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં બંગાળની 30 બેઠકો અને આસામની 47 બેઠકો સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બંગાળમાં 79.79% અને આસામમાં72.14% મતદાન નોંધાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો