તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Election 2021
  • West bengal
  • Amit Shah Road Show Live Update | Mamata Banerjee Road Show Live Update, West Bengal Assembly Election 2021, Shubhendu Adhikari Vs Mamata Banerjee, Home Minister Amit Shah

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં ફરી બબાલ:મોયનાથી BJP કેન્ડિડેટ અશોક ડિંડા હુમલામાં ઘાયલ, પૂર્વ ક્રિકેટરે TMC સમર્થકો પર લગાવ્યાં આરોપ

18 દિવસ પહેલા
  • નંદીગ્રામમાં અમિત શાહના રોડ શોવાળા રસ્તેથી મમતાનો કાફલો પસાર થતાં જયશ્રી રામના નારા લાગ્યા

બંગાળમાં રાજકીય હોબાળા વચ્ચે બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીપ્રચારનો આજે છેલ્લો દિવસ છે. તેથી BJP અને TMC સંપૂર્ણ જોર લગાવી રહ્યા છે. મંગળવારે સાંજે ભાજપના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા પર હુમલો થયો છે. તેમની ગાડીમાં તોડફોડ કરીને તેમને ઘાયલ કરવામાં આવ્યા છે. ડિંડાએ હુમલા પાછળ TMCના સમર્થકોનો હાથ ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે હુમલાખોરની સંખ્યા 50 જેટલી હતી.

રથમાં શાહ, વ્હીલચેર પર મમતા
એક બાજુ, ગૃહમંત્રી અમિત શાહ નંદીગ્રામથી ભાજપ ઉમેદવાર શુભેંદુ અધિકારી સાથે રોડ શો કરી રહ્યા છે તો બીજી બાજુ, મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ અહીં ભાગાબેડામાં વ્હીલચેર પર પદયાત્રાની આગેવાની કરી રહ્યાં છે. પદયાત્રા પહેલાં જ્યારે તેમનો કાફલો શાહના રોડ શોથી પસાર થતો હતો ત્યારે ત્યાં હાજર લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

રોડ શો પછી શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આખા બંગાળમાં પરિવર્તન કરવાનો સૌથી સરળ રસ્તો છે નંદીગ્રામથી મમતાને હરાવવામાં આવે. હું નંદીગ્રામની જનતાને અપીલ કરું છું કે તમારે શુભેન્દુ અધિકારીને જીતાડવાના જ નથી, પરંતુ પ્રચંડ મતોથી જીતાડવાના છે. તો મમતાએ લોકોને અપીલ કરી કે તેઓ શાંતિપૂર્ણ રીતે વોટ કરે. આગામી 48 કલાક પોતાના મગજને શાંત રાખે અને TMCને જ વોટ આપે.

ડબરા અને પંસકુરામાં પણ શાહનો રોડ શો
નંદીગ્રામ પછી શાહ ડબરા અને પંસકુરા પશ્ચિમમાં પણ રોડ શો કરશે. ત્યાર પછી સાંજે 4.30 વાગે ડાયમંડ હાર્બરમાં જનસભાને સંબોધિત કરશે. ડાયમંડ હાર્બર મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીનું વિધાનસભા ક્ષેત્ર છે.

શાહે મહિલા સુરક્ષાના મુદ્દે મમતા પર પ્રહારો કર્યા
મમતા પર નિશાન સાધતા શાહે કહ્યું કે હું જ્યારે અહીં આવ્યો ત્યારે એક દુખદ સમાચાર મળ્યા. નંદીગ્રામમાં જ્યાં મમતા દીદી રોકાયા છે, ત્યાંથી 5 કિમી દૂર એક મહિલા પર બળાત્કારની ઘટના ઘટી. દીદી કયા આધારે મહિલા સુરક્ષાની વાત કરે છે, જ્યારે તેમની ઉપસ્થિતિમાં જ અહીં આવી ઘટનાઓ ઘટી રહી છે. આ અગાઉ ભાજપના કાર્યકર્તાની માતાનું નિધન થઈ ગયું, જેમની સાથે TMCના ગુંડાઓએ મારામારી કરી હતી.

ભાજપનો દાવો- બંગાળમાં 200થી વધારે સીટો જીતશે
ચૂંટણી પહેલાં શુભેંદુ અધિકારી દાવો કરી ચૂક્યા છે કે મમતા બેનર્જી 50 હજારથી વધારે વોટથી હારશે. થોડા દિવસો પહેલાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેનો પાયો નંદીગ્રામથી મૂકવામાં આવશે. અમે બંગાળમાં 200થી વધારે સીટો જીતીશું.

નંદીગ્રામમાં એક એપ્રિલે મતદાન
બંગાળમાં ચૂંટણીની હોટ સીટ નંદીગ્રામમાં મતદાન બીજા તબક્કામાં એટલે કે એક એપ્રિલે થવાનું છે. અહીં મમતાની ટક્કર ભાજપના ઉમેદવાર અને એક સમયે તેમના ખાસ શુભેંદુ અધિકારી સાથે છે. શુભેંદુ ગયા વર્ષે નવેમ્બરમાં TMC છોડીને ભાજપમાં જોડાયા હતા.

બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં આ વખતે 8 તબક્કામાં મતદાન થવાનું છે, 249 સીટવાળી વિધાનસભા માટે પહેલા તબક્કાનું મતદાન 27 માર્ચ (30 સીટ) થયું હતું. બીજા ફેઝમાં 1 એપ્રિલ (30 સીટ), 6 એપ્રિલ (31 સીટ), 10 એપ્રિલ (44 સીટ), 17 એપ્રિલ (45 સીટ), 22 એપ્રિલ (43 સીટ), 26 એપ્રિલ (36 સીટ), 29 એપ્રિલ (35 સીટ)નું મતદાન થવાનું છે.

બંગાળમાં 80% અને આસામમાં 72.14% મતદાન
પશ્ચિમ બંગાળ અને આસામની કુલ 77 સીટો પર 27 માર્ચે પહેલાં તબક્કાનું મતદાન થયું છે. તેમાં બંગાળની 30 અને આસામની 47 સીટો સામેલ છે. ઈલેક્શન કમિશનના જણાવ્યા પ્રમાણે બંગાળમાં 80 ટકા કરતાં વધારે અને આસામમાં 72.14 ટકા મતદાન થયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો