તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Maharashtra, Rajasthan And Chhattisgarh Avoid 18+ Vaccinations, Citing Shortage Of Vaccine Supply As The Biggest Reason

કોરોના વેક્સિનેશન પર બ્રેક:મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢે ટાળ્યું 18+નું વેક્સિનેશન, વેક્સિન સપ્લાઈમાં અછતને ગણાવ્યું સૌથી મોટું કારણ

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજા તબક્કો 18+ના વેક્સિનેશનને લઈને ગૃહમંત્રી અમિત શાહની હાઈલેવલ મીટિંગ થોડીવારમાં શરૂ થશે.

ભારતમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન પ્રોગ્રામના ચોથા અને સૌથી મહત્વના ચરણ પર બ્રેક લાગતી દેખાઈ રહી છે. 1 મેથી સરકારે દેશની લગભગ 81 કરોડની 18+ની વસ્તીને રસી લગાવવાની જાહેરાત કરી છે. આ પહેલા જ કોરોનાથી અસરગ્રસ્ત મોટા રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢે વેક્સિનેશન ટાળી દીધુ છે. આ રાજ્યોએ આ નિર્ણય વેક્સિન ડોઝના સપ્લાઈમાં થઈ રહેલા વિલંબના કારણે લીધો છે. રાજસ્થાનમાં વેક્સિનેશન કાર્યક્રમ 15 મેથી શરૂ કરવામાં આવશે. જોકે મહારાષ્ટ્ર અને છત્તીસગઢે એ જણાવ્યું નથી કે તે 18+નું વેક્સિનેશન ક્યારથી શરૂ કરશે.

રાજ્યોએ બતાવ્યા આ કારણ
રાજસ્થાનઃ સરકારે કહ્યું કે સીરમ ઈન્સ્ટીટ્યુટને વેક્સિનનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જોકે અત્યાર સુધીમાં સંસ્થા તરફથી આ ઓર્ડર અંગે કોઈ જવાબ આવ્યો નથી. સરકારે કહ્યું કે ઈન્સ્ટીટ્યુટને 3.75 કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જોકે આ ડોઝ ક્યાં સુધીમાં મળશે તે સ્પષ્ટ નથી. કેન્દ્ર પાસેથી મળનાર વેક્સિન સતત આવી રહી નથી. એવામાં 1મેથી 18+નું વેક્સિનેશન શકય નથી.

મહારાષ્ટ્રઃ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અમે 18+નું વેક્સિનેશન ફ્રીમાં કરીશું. આ માટે રાજ્ય સરકાર 6500 કરોડનો ખર્ચ ઉઠાવશે. 6 મહિનાની અંદર 5.71 કરોડ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. જોકે 1મેથી વેક્સિનેશન શરૂ કરી શકાશે નહિ કારણ કે વેક્સિનની અછત છે. વેક્સિન નિર્માતા સીરમ અને ભારત બાયોટેક તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

છત્તીસગઢઃ ભારત બાયોટેકે રાજ્ય સરકારને કહ્યું છે કે તેમને વેક્સિન જુલાઈના અંતિમ સપ્તાહ પહેલા આપી શકાશે નહિ. સીરમ પાસેથી પણ વેક્સિનને લઈને કોઈ જવાબ ન મળી શકે. રાજ્ય વેક્સિનેશન અધિકારી ડો.અમર સિંહ ઠાકુરે જણાવ્યું કે સરકારે બંને કંપનીઓને 25-25 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. બાયોટેકનો જવાબ આવી ગયો છે, જોકે સીરમનો આવ્યો નથી. જવાબ મળ્યા પછી એ સ્પષ્ટ થશે કે 18+નું વેક્સિનેશન ક્યારથી શરૂ થશે.

વેક્સિનેશનને લઈને શાહની બેઠક થોડીવારમાં
ત્રીજા તબક્કો 18+ના વેક્સિનેશનને લઈને ગૃહમંત્રી અમિત શાહની હાઈલેવલ મીટિંગ થોડીવારમાં શરૂ થશે. તેમાં વેક્સિનની ઉપલબ્ધતા, સપ્લાઈ અને તેની યોજનાને લઈને ચર્ચ થશે. બેઠકમાં ગૃહમંત્રી સિવાય ડો.હર્ષવર્ધન, પીયૂષ ગોયલ સહિત અન્ય મંત્રી પણ સામેલ થશે. બેઠકમાં કેબિનેટે સેક્રેટરી, સેક્રેટરી ફાર્મા અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...