તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Amit Shah Breaks Protocol To Greet Supporters, Gets Out Of Car, Likely To Meet Rajinikanth

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નાઈમાં અમિત શૉ:અન્નાદ્રમુકની જાહેરાત-2021માં પણ ભાજપ સાથે ગઠબંધન રહેશે, શાહે સમર્થકોને મળવા પ્રોટોકોલ તોડ્યો

ચેન્નઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિહારમાં વિજય પછી ભાજપની નજર હવે દક્ષિણ ભારત પર છે. ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ચેન્નાઈ પહોંચ્યા હતા. એરપોર્ટની બહાર નીકળતા બંને તરફ તેમના ટેકેદારોની ભીડ જોઈ અમિત શાહે પ્રોટોકોલની પરવા કર્યા વિના ચાલવાનું શરૂ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ રજનીકાંતને પણ મળી શકે છે. ગયા મહિને એક અહેવાલમાં કહેવામાં આવ્યુ હતું કે રજનીકાંતનું તબિયતને ટાંકી અત્યારે તેમણે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ બાબત સાથે સંકળાયેલા વાયરલ પત્ર પર રજનીકાંતે કહ્યું હતું કે આ મારો પત્ર નથી, પણ તેમા આરોગ્ય તથા ડોક્ટર્સની સલાહ અંગે આપવામાં આવેલી માહિતી સાચી છે. હું રજની મક્કલ મંદ્રમ સાથે ડિસ્કશન કરી યોગ્ય સમયે રાજકીય સ્થિતિની જાહેરાત કરીશ.

ભાજપના નેતાઓ સાથે ચૂંટણી અંગેની રણનીતિ અંગે શાહ ચર્ચા કરી શકે છે
આ સાથે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે શાહ તમિલનાડુમાં આગામી વર્ષે યોજનાર વિધાનસભા ચૂંટણીને લઈ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો