• Gujarati News
  • National
  • Amit Shah And Nirmala Sitharaman Are Also Its Members, The Scheme Was Launched To Get Relief In Times Of Emergency

PM કેર ફંડના ટ્રસ્ટી બન્યા રતન ટાટા:અમિત શાહ અને નિર્મલા સીતારમણ પણ તેના સભ્ય, કટોકટી સમયે રાહત મેળવવા યોજનાની શરૂઆત થઈ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

PM કેર ફંડ ટ્રસ્ટના નવા ટ્રસ્ટીઓના નામની જાહેરાત બુધવારે કરવામાં આવી. જેમા રતન ટાટા, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ કેટી થોમસ, પૂર્વ લોકસભા અધ્યક્ષ કરિયા મુંડા, નાણામંત્રી નિર્મલા સીતારામણ અને ગૃહમંત્રી અમિત શાહને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકના એક દિવસ પછી કરવામાં આવી હતી. જેમાં અમિત શાહ અને નિર્મલા સીતારમણ નવા સભ્યો સાથે હાજર રહ્યા હતા.

સલાહકાર બોર્ડમાં પ્રખ્યાત અગ્રણીઓ પણ સામેલ

ટ્રસ્ટીઓ પછી પીએમ કેર ફંડમાં એક સલાહકાર બોર્ડની પણ રચના કરવામાં આવી છે. જેમાં ઘણા પ્રખ્યાત અગ્રણીઓ પણ સામેલ છે. તેમાં ભારતના ભૂતપૂર્વ CAG રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરમેન સુધા મૂર્તિ, ટીચ ફોર ઈન્ડિયાના સહ-સ્થાપક, ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ CEO આનંદ શાહનો સમાવેશ થાય છે.

કેન્દ્રના આંકડાઓ અનુસાર 2020-21 ની વચ્ચે PM CARES ફંડમાં કુલ 7,031.99 કરોડ રૂપિયાની રકમ એકઠી થઈ હતી. હાલમાં આ ફંડનો ટોટલ બેલેન્સ 10990.17 કરોડ રૂપિયા છે.

PM CARES ફંડની 2020થી શરૂઆત થઈ

PM મોદીની અધ્યક્ષતામાં 28 માર્ચ 2020 ના રોજ PM CARES ફંડની શરૂઆત કરવામાં આવી હતી. આ ફંડ દ્વારા સરકારનો હેતુ કોવિડ-19 જેવી કટોકટી તેમજ સંકટની પરિસ્થિતિમાં રાહત આપવાનો છે. આ ફંડ સંપૂર્ણરીતે વ્યક્તિઓ અથવા સંગઠનો તરફથી મળતા સ્વૈચ્છિક સમર્થન સાથે કામ કરે છે. વડા પ્રધાન તેના હોદ્દેદાર અધ્યક્ષ છે. અને તેમાં આપવામાં આવતી રકમ આવકવેરામાંથી મુક્ત છે.ટ્રસ્ટીઓએ ફંડમાં મળેલા યોગદાનને સ્વીકાર્યું છે. જેમાં 4,345 બાળકોને સહાય કરતી પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજનાનો સમાવેશ થાય છે.

દિલ્હી હાઈકોર્ટમાં કાનૂની સ્થિતિ અરજી દાખલ

જુલાઈ 2022માં દિલ્લી હાઈકોર્ટમાં સમ્યક ગંગવાલની અરજી પર કેન્દ્રને જવાબ દાખલ કરવા કહ્યું હતું. જેમાં PM CARES ફંડની સ્થિતિ જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે 16 સપ્ટેમ્બરે બંધારણ અને માહિતી અધિકાર કાયદા હેઠળ પીએમ કેર્સ ફંડની કાનૂની સ્થિતિ વિશે માહિતી માંગી છે.