• Gujarati News
  • National
  • Amit Palekar, AAP's Chief Ministerial Candidate In Goa, Arvind Kejriwal Made The Announcement

ભાસ્કર LIVE અપડેટ્સ:ચીની સૈનિકોએ અરુણચાલની સરહદ નજીકથી 17 વર્ષના એક યુવકનું અપહરણ કર્યું, સાંસદે ગૃહ રાજ્યમંત્રીને આપી જાણકારી

પણજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સ્થિત LAC પર તણાવ યથાવત છે. આ વચ્ચે ચીને ભારત સાથેની સરહદ પર પોતાની નાપાક હરકત યથાવત રાખી છે. ત્યારે હવે સામે આવ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ અરુણાચલ પ્રદેશ સરહદ પરથી એક 17 વર્ષના યુવાનનું અપહરણ કર્યું છે. રાજ્યના સાંસદ તાપિર ગાઓએ કહ્યું કે, અપહરણ અપ્પર સિયાંગ જિલ્લામાંથી થયું છે.

સાંસદે જણાવ્યું કે PLAએ વધુ એક યુવકના અપહરણનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ યુવકે સ્થાનિક પ્રશાસનને પોતાના સાથીના અપહરણની જાણકારી આપી હતી. ગાઓએ જણાવ્યું કે તેમને આ સમગ્ર વાતની જાણકારી ગૃહ રાજ્યમંત્રી નીતિશ પ્રમાણિકને આપી છે અને સરકારી એજન્સીઓની મદદથી અપહ્યત યુવકને જલદીથી છોડાવવાની માગ કરી છે.

CDS બિપિન રાવતના ભાઈ કર્નલ વિજય ભાજપમાં જોડાયા, ઉત્તરાખંડમાંથી ચૂંટણી લડી શકે છે

દિવંગત CDS જનરલ બિપિન રાવતના ભાઈ રિટાયર્ડ કર્નલ વિજય રાવત બુધવારે ભાજપમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ તેઓ ઉત્તરાખંડથી ચૂંટણી લડી શકે છે. વિજય રાવત સવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે મુલાકાત કરી હતી. જે બાદ કહ્યું હતું કે વિચારધારા ભાજપ સાથે મળે છે અને પાર્ટી કહેશે તો ચૂંટણી પણ લડીશ.

ઉત્તરપ્રદેશમાં અપના દળ અને નિષાદ પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડશે ભાજપ

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં પાર્ટી અપના દળ અને નિષાદ પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડશે. નડ્ડાએ જણાવ્યું કે સાથી પક્ષોની સાથે સીટ પર સહમતિ બની ગઈ છે. NDA UPમાં 403 સીટ પર ચૂંટણી લડી હતી. અપના દળના પ્રમુખ અનુપ્રિયા પટેલે કહ્યું કે સંયુક્ત ગઠબંધનથી જ દેશ અને પ્રદેશમાં મજબૂત સરકારનું નિર્માણ થયું. ડબલ એન્જિનની સાથે ગતિથી ઉત્તરપ્રદેશમાં વિકાસ થયો.

અમિત પાલેકર ગોવામાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
અમિત પાલેકરને ગોવામાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા છે. અરવિંદ કેજરીવાલે બુધવારે પણજીમાં આ જાહેરાત કરી હતી. પાલેકર ભંડારી સમાજના છે. કેજરીવાલે ગઈકાલે પંજાબના સીએમ પદ માટે ભગવંત માનના નામની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ગોવામાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે, જેનું પરિણામ 10 માર્ચે આવશે.

દિવસ દરમિયાનના અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ....

રેલીઓ પર પ્રતિબંધ વચ્ચે ભાજપે ઉત્તરપ્રદેશમાં સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કર્યું, અજય મિશ્રા ટેનીનું નામ ગાયબ
ભાજપે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ બુધવારે જાહેર કર્યું છે. જેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ અને હેમા માલિની સામેલ છે. ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...