તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Amit Malviya's Claim: Prashant Kishor Concedes BJP's Victory In Bengal, TMC Survey Also Benefits BJP

PKની ઓડિયો ટેપ પર રાજકીય હોબાળો:અમિત માલવીયનો દાવો- દીદીના વ્યૂહરચનાકારે હાર સ્વીકારી, પ્રશાંતનો પલટવાર- બંગાળમાં BJPને 100 બેઠકો પણ નહીં મળે

2 મહિનો પહેલા
  • પ્રશાંત કિશોરની વ્યૂહરચના બંગાળમાં કામ નહીં કરેઃ BJP નેતા રાજીવ
  • મોદીના નેતૃત્વમાં 'સોનાર બાંગ્લા' બનશે, પ્રશાંત કિશોર લોકોને મૂર્ખ બનાવવા માટે TMCમાં જોડાયા છેઃ BJP નેતા લોકેત ચેટર્જી

ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ દાવો કર્યો છે કે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચૂંટણીની વ્યૂહરચના ઘડનાર પ્રશાંત કિશોરે ભાજપની જીત સ્વીકારી લીધી છે. માલવીયએ સોશિયલ મીડિયા પર યોજાયેલી ક્લબ હાઉસ પ્લેટફોર્મ પર પ્રશાંત કિશોરે જે પ્રમાણે ચર્ચાઓ કરી હતી એની એક ઓડિયો-ક્લિપ જાહેર કરી છે, જેમાં પ્રશાંત કેટલાક અનુભવી અને પ્રખ્યાત પત્રકારોને સંબોધી રહ્યો હતો. પ્રશાંત કિશોરે આ તમામ સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે BJPએ એમની સુવિધાઓના આધારે અધૂરો ઓડિય જ વાઈરલ કર્યો છે. એમનું કહેવું છે કે અમિત માલવીય ક્લબ હાઉસની શરૂઆતથી લઈને અંત સુધીની ચર્ચા-વિચારણા અને વાતો લોકો સમક્ષ રજૂ કરે. આનાથી સત્ય બધા સમક્ષ આવી જશે.

ઓડિયોમાં પ્રશાંત જણાવી રહ્યા હતા કે ક્લબ હાઉસના એક જાહેર ચેટ પર તેમણે પણ સ્વીકાર્યું છે કે TMCના આંતરિક સર્વેમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે. લોકો મોદીને વોટ આપી રહ્યા છે અને ધ્રુવીકરણ થઈ રહ્યું છે. બંગાળની જનતાના 27% SC અને મતુઆ સમાજના લોકો પણ ભાજપને વોટ કરી રહ્યા છે.

માલવીય દ્વારા જાહેર કરાયેલાં ચેટની મુખ્ય વાતો
મુસ્લિમ તુષ્ટીકરણને કારણે લોકોમાં રોષઃ માલવીયનો જે ઓડિયો જાહેર કરાયો છે એમાં પ્રશાત કિશોર કહી રહ્યા છે કે વામ દળો, કોંગ્રેસ અને TMCએ પરિસ્થિતિ પ્રમાણે છેલ્લાં 20 વર્ષમાં મુસ્લિમ તુષ્ટીકરણ કર્યું છે. આ કારણે જ ગ્રાઉન્ડ પર આક્રોશ જણાઈ રહ્યો છે. અમિત માલવીય દ્વારા દાવો કરાયો હતો કે કોઈને પણ એ વાતની જાણકારી નહોતી કે આ તમામ ચેટ જાહેરમાં કરવામાં આવી રહ્યાં હતાં.

મોદી સમગ્ર દેશમાં પ્રખ્યાતઃ ઓડિયોમાં પ્રશાંત કિશોર બોલી રહ્યા છે કે મોદી માત્ર બંગાળમાં જ નહીં, સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે, આ વાતમાં કોઈ શંકા નથી. સમગ્ર દેશના લોકો તેમની વાતને સાંભળે છે. તૃણમૂલ વિરુદ્ધ એન્ટી-ઈન્કમ્બેસી છે. મતોનું ધ્રુવીકરણ પણ સાચું છે. SCનો મત પણ એક પરિબળ છે. ભાજપ પાસે ગ્રાઉન્ડ કેડર છે.

ઓપનમાં ઓડિયો સંભળાઈ રહ્યો હોવાની જાણકારી નહોતી
ઓડિયોમાં જ્યારે TMCના ચૂંટણીની વ્યૂહરચના ઘડનારને એ વાતની જાણ થઈ કે ક્લબ હાઉસનો રૂમ ખુલ્લો છે અને તેમની વાત કેટલાક પત્રકારો નહીં, પરંતુ મોટી સંખ્યામાં લોકો સાંભળી રહ્યા છે ત્યારે તેમણે પૂછ્યું હતું કે શું આ ઓપન છે?

PK ભાજપના નિશાના પર
ઓડિયો આવતાંની સાથે ભાજપના નેતા રાજીવ બેનર્જીએ કહ્યું હતું કે પ્રશાંત કિશોરની વ્યૂહરચના બંગાળમાં કામ નહીં કરે. વળી, ભાજપના નેતા લોકેત ચેટર્જીએ કહ્યું હતું કે મોદી સૌથી બેસ્ટ છે, આ વાત પ્રશાંત કિશોર પણ જાણે છે. મોદીના નેતૃત્વમાં 'સોનાર બાંગ્લા' બનશે. પ્રશાંત કિશોર લોકોને મૂર્ખ બનાવવા માટે TMCમાં જોડાયા છે.

પ્રશાંતનો વળતો પ્રહાર- ભાજપ આખાં ચેટને જાહેર કરે
પ્રશાંતે આ અંગે ટિપ્પણી કરી હતી કે મને આ વાતની ખુશી છે કે ભાજપના લોકો તેમના નેતાઓ કરતાં વધુ ગંભીરતાથી મારી ક્લબ હાઉસનાં ચેટને લઈ રહ્યાં છે. મારી તેમને અપીલ છે કે તેઓ ચેટના કેટલાક અંશો નહીં, પરંતુ સમગ્ર ચેટને લોકો સમક્ષ રજૂ કરે. જે ભાગ વાઇરલ કરાયો હતો એમાં હું એક સવાલનો જવાબ આપી રહ્યો હતો કે કેવી રીતે ભાજપને 40% વોટ મળી રહ્યા છે અને કેમ, આ પ્રમાણેની વિચારણા બની રહી છે કે ભાજપ જીત તરફ અગ્રેસર છે. તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં 100 આંકનો પડાવ પણ પાર નહીં કરી શકે.