• Gujarati News
  • National
  • Amit Khare Became Advisor To The Prime Minister, Khare's Role In Getting Lalu Yadav To Jail Was Important

PMના સલાહકારની નિમણૂંક:અમિત ખરે વડાપ્રધાનના એડવાઈઝર બન્યા, લાલુ યાદવને જેલ સુધી પહોંચાડવામાં ખરેએ ભજવી હતી મહત્વની ભૂમિકા

9 દિવસ પહેલા
1985 બેચના રિટાયર્ડ IAS અધિકારી તેમજ પૂર્વ માનવ સંસાધન તેમજ સુચના પ્રસારણ સચિવ અમિત ખરે
  • નવી શિક્ષણ નીતિ તેમજ ડિજિટલ મીડિયાના બદલાવમાં મહત્વની ભૂમિકા ભજવી છે

1985 બેચના રિટાયર્ડ IAS અધિકારી તેમજ પૂર્વ માનવ સંસાધન તેમજ સુચના પ્રસારણ સચિવ અમિત ખરેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહકાર તરીકે નિમણૂંક થઈ છે. મંગળવારે તેમની નિમણૂંક અંગેનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેઓ 30 સપ્ટેમ્બરે ઉચ્ચ શિક્ષણ સચિવના પદેથી સેવાનિવૃત થયા છે.

મંત્રીમંડળની નિમણૂંક સમિતિએ ખરેની PM મોદીના સલાહકાર નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. PMOમાં તેમની નિયુક્તી ભારત સરકારના સચિવના રેન્ક તેમજ સ્કેલ પર કરવામાં આવી છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર રહેશે. તેઓએ વડાપ્રધાન મોદીના નિર્દેશમાં નવી શિક્ષણ નીતિ 2020 બનાવવા અને સુચના તેમજ પ્રસારણ મંત્રાલયમાં ફરજ બજાવતા ડિજિટલ મીડિયા નિયમોમાં થયેલા ફેરફારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ વર્ષે જ પીકે સિન્હા તેમજ અમરજીત સિન્હાએ PMO છોડ્યું હતું
અમિત ખરેની PMOમાં નિમણૂંકને પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા તેમજ પૂર્વ સચિવ અમરજીત સિન્હાએ આ વર્ષે જ PMOમાં સલાહકારનું પદ છોડ્યા બાદ કરવામાં આવી છે. ખરે પૂર્ણ પારદર્શિતા સાથે સ્પષ્ટ નિર્ણય લેનાર અધિકારી તરીકે જાણીતા છે. તેઓ તે સચિવોમાં સ્થાન ધરાવે છે જેઓએ PM મોદીના આધીન કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ તેમજ સ્કૂલી શિક્ષણ વિભાગના પ્રમુખ અને સુચના તેમજ પ્રસારણ સચિવનું પદ સંભાળ્યું છે.

1985 બેચના છે IAS અધિકારી
બિહાર-ઝારખંડ કેડરના 1985 બેચના IAS અધિકારી ખરેએડિસેમ્બર 2019માં શિક્ષણ મંત્રાલયના સચિવ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. તેમની નિમણૂંકને થોડા જ સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને કેબિનેટ દ્વારા 29 જુલાઈ 2020નાં રોજ માન્યતા અપાઈ હતી.

અમિત ખરે જ ઘાસચાર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો
અમિત ખરે તે સમયે પણ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેઓએ ચાઈબાસાના ડેપ્યુટી કમિશનર પદે રહેતા ઘાસચારા કૌભાંડની ફરિયાદ દાખલ કરાવી હતી, જે બાદ આ મામલો ઘણો જ ચગ્યો હતો. આ મામલામાં એક પછી અનેક નેતા તેમજ અધિકારી ફસાતા ગયા અને તેઓને જેલ પહોંચાડવામાં આવ્યા. આ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદનું પણ નામ સામેલ છે. હાલ લાલુ પ્રસાદ યાદવ ઘણો લાંબા સમય સુધી જેલમાં રહ્યાં બાદ હાલ જામીન પર છે.

અન્ય સમાચારો પણ છે...