• Home
  • National
  • Amidst the lockdown, Patna's daughter marries video conferencing, groom was in UP

કોરોના વાઇરસને લીધે ઉત્તર પ્રદેશના દુલ્હા અને બિહારની દુલ્હને વીડિયો કોન્ફરન્સ પર નિકાહ પઢયાં

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 06:43 PM IST

પટના: દેશમાં કોરોનાવાઇરસન કારણે અનેક રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિ જાહેર કરી દીધી છે. લોકો પોતાના કામ છોડીને ઘરમાં પૂરાઈ ગયા છે. આ સમય દરમિયાન ઘણા કપલના લગ્ન પણ મોકૂફ રખાયા છે, તો ઘણા દુલ્હા-દુલ્હને મોઢા પર માસ્ક પહેરીને સાત ફેરા લીધા. પટનામાં એક કપલે વીડિયો કોન્ફરન્સ પર નિકાહ પઢયા. દુલ્હા દાનિશ રઝા ઉત્તરપ્રદેશના સાહિબાબાદ શહેરમાં હતો, જ્યારે દુલ્હન સાદિયા નસરીન બિહારના પટના શહેરમાં હતી.  કાજીએ સૌથી પહેલાં દુલ્હા-દુલ્હન પાસે આ રીતે નિકાહ પઢવાની મંજૂરી લીધી હતી. બંનેની મંજૂરી મળવા પર નિકાહ થયા. 

ન્યૂજ એજન્સી ANIએ આ કપલના નિકાહનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દુલ્હનના ઘરના લોકો સ્ક્રીન સામે બેઠેલા દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ દુલ્હો બેઠો છે. કાજીના પૂછવા પર બંનેએ નિકાહ કબૂલ કર્યાં. 

લોકડાઉન દેશની જનતાની ભલાઈ માટે જ છે, પણ તેને કારણે ઘણા ધાર્મિક અને લગ્ન પ્રસંગો પર રોક લાગી ગઈ છે. આ પરિસ્થતિમાં લોકો ડિજિટલ પ્લેટફોર્મનો બહોળો ઉપયોગ કરી રહ્યા
છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી