• Gujarati News
  • National
  • Amid Tensions Over LAC, Rs 28,000 Crore Arms And Military Equipment To Be Procured For The Army

રક્ષા મંત્રાલયે આપી મંજૂરી:LAC પર તણાવ વચ્ચે સેના માટે 28 હજાર કરોડના હથિયાર અને મિલટ્રી ઈક્વિપમેન્ટ ખરીદવામાં આવશે

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ (DAC)એ ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીથી 27 હજાર કરોડના ઈક્વિપમેન્ટ ખરીદવાની મંજૂરી આપી છે (ફાઈલ ફોટો) - Divya Bhaskar
રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ (DAC)એ ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીથી 27 હજાર કરોડના ઈક્વિપમેન્ટ ખરીદવાની મંજૂરી આપી છે (ફાઈલ ફોટો)

રક્ષા મંત્રાલયે ત્રણેય સેનાઓ માટે 28 હજાર કરોડના હથિયાર અને મિલટ્રી ઈક્વિપમેન્ટ ખરીદવાના પ્રપોઝલને મંજૂરી આપી દીધી છે. મામલા સાથે જોડાયેલા અધિકારીના અહેવાલથી ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. પ્રપોઝલને એવા સમયે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, મંજૂર કરવામાં આવેલા લગભગ તમામ હથિયાર અને સૈન્ય ઉપકરણ ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રી સાથે સ્થાનિક ઉદ્યોગો પાસેથી જ ખરીદવામાં આવે.

27 હજાર કરોડની ખરીદી ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રી પાસેથી
રક્ષા મંત્રાલય મુજબ, રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિજિશન કાઉન્સિલ (DAC)એ ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીથી 27 હજાર કરોડના ઈક્વિપમેન્ટ ખરીદવાની મંજૂરી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે રક્ષા મંત્રાલયની ખરીદી પર નિર્ણય કરનારી ડિસિઝન મેકિંગ બોડી DACએ કુલ 9 પ્રપોઝલને મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું કે 28,000 કરોડ રૂપિયાના 7માંથી 6 પ્રપોઝલ 27,000 કરોડ રૂપિયાના છે. જે અંતર્ગત મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ઈન્ડસ્ટ્રીને AoN (એક્સેપ્ટેન્સ ઓફ નેસેસિટી) આપવામાં આવશે.

AEW&C પ્લેન્સની ખરીદી પણ સામેલ
ખરીદ પ્રસ્તાવમાં એરફોર્સ માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવેલા એરબોન અર્લી વોર્નિગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AEW&CS) આધારિત પ્લેન્સ, નેવી માટે નેકસ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ અને સેના માટે મોડ્યુલર બ્રિજની મંજૂરી પણ સામેલ છે.

સરહદ પર દેખરેખ રાખવામાં મદદ મળશે
વાયુસેના માટે તૈયાર કરનારા 6 નવા ટોહી વિમાનોથી સેનાને પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ પર દેખરેખ વધારવામાં મદદ મળશે. આ નવા એરબોન અર્લી વોર્નિગ એન્ડ કંટ્રોલ (AEW&C) પ્લેન્સને DRDO એર ઈન્ડિયાના એરક્રાફ્ટ પર ડેવલપ કરશે. જેનાથી દેશની સ્વદેશી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને પણ બૂસ્ટ કરવામાં મદદ મળશે.

હથિયાર જમા કરવાની છૂટ આપી હતી
આ પહેલાં સરકારે ત્રણેય સેનાઓને 15 દિવસની જંગને ધ્યાનમાં રાખીને ગોલા-બારૂદ અને હથિયાર જમા કરવાની છૂટ આપી હતી. અત્યાર સુધીમાં સેના 10 દિવસની જંગને ધ્યાનમાં રાખીને હથિયારો એકઠાં કરતા હતા. LACની સ્થિતિને જોતા આ નિર્ણય ઘણો જ મહત્વનો છે. તેનાથી સેના જરૂરિયાત મુજબ ચીજનો સ્ટોક અને ઈમરજન્સી ફાયનાન્સિયલ પાવરનો ઉપયોગ કરી શકશે. દેશ ઉપરાંત વિદેશથી પણ 50 હજાર કરોડના હથિયાર ખરીદવાની યોજના બનાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...