• Gujarati News
  • National
  • America, Russia, Germany Or Britain What A Developed Country, Where Women's Feelings Are Not Respected!

ભાસ્કર ઓપિનિયન:અમેરિકા, રશિયા, જર્મની, બ્રિટન વિકસિત દેશ શેના !, જ્યાં મહિલાઓની લાગણીઓનું સન્માન જ થતું નથી!

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રિટિશ રાજાશાહીમાંથી આઝાદ થયા પછી અમેરિકામાં પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટણી 7 જાન્યુઆરી 1789માં થઈ હતી. જોર્જ વોશિંગ્ટન પહેલા રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા. એ સમયે વોટિંગ કરવાનો અધિકાર એવા ગોરા લોકોની પાસે હતો, જેમની પાસે ખૂબ સંપત્તિ હતી. ભારત જેવા વિકાસશીલ દેશો કરતાં પોતાને ઘણા આગળ અને આધુનિક માનતા આ દેશમાં મહિલાઓને વોટનો અધિકાર 1920માં આપવામાં આવ્યો હતો, એટલે કે ચૂંટણીપ્રક્રિયા શરૂ પછી 131 વર્ષ પછી.

સવા સદી સુધી આ વિકસિત દેશ મહિલાઓનું શોષણ કરતો રહ્યો અને તેમને પોતાનો અવાજ ઉઠાવવાની પણ પરવાનગી ન આપી. રશિયા, જર્મનીની સાથે બ્રિટન માટે એમ કહેવાય છે કે અહીં ક્યારેય સૂર્ય આથમતો નથી, ત્યાં પણ મહિલાઓના સન્માનનો સૂર્ય વર્ષો સુધી ડૂબેલો જ રહ્યો હતો. લોકશાહીની સ્થાપના અને સ્વતંત્ર ચૂંટણીપ્રક્રિયા શરૂ કર્યા પછી પણ આ તમામ વિકસિત દેશોએ મહિલાઓને વોટનો અધિકાર આપવામાં વર્ષો લગાવી દીધા હતા.

24 જૂન 2022ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને 50 વર્ષ પહેલાં મળેલી એબોર્શનની બંધારણીય સુરક્ષા સમાપ્ત કરી દીધી હતી.
24 જૂન 2022ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને 50 વર્ષ પહેલાં મળેલી એબોર્શનની બંધારણીય સુરક્ષા સમાપ્ત કરી દીધી હતી.

આમ જોવા જઈએ તો આ વિકસિત દેશો કરતાં વિકાસશીલ દેશો સારા છે. ભારતમાં સ્વતંત્રતાની સાથે જ મહિલાઓને સંપૂર્ણ રીતે પુરુષોની બરાબરીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને પ્રથમ ચૂંટણીથી જ તેમને વોટ આપવાનો પણ સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે, જે આજ સુધી લાગુ છે અને આગળ પણ ચાલુ રહેશે. ભારત દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને વધારવા અને તેમને બરાબરીનો દરજ્જો આપવામાં વિશ્વાસ રાખે છે, કારણ કે તે મહિલાશક્તિને દેવીશક્તિ ગણે છે.

એ વાત સાચી પણ છે કે જે જન્મ આપી શકે તે દેવી નહિ તો બીજું શું છે? જોકે વિશ્વના જમાદાર બનીને ફરી રહેલા કેટલાક વિકસિત દેશોને કોણ સમજાવે કે જ્યાં મહિલાઓ અને તેમની ભાવનાઓનું સન્માન કરવામાં આવતું નથી ત્યાં સમાજ અંતે લગડો બને છે અને કદાચ ન હોય તો બની જાય છે.

અમેરિકાએ તાજેતરમાં જ મહિલાઓ પાસેથી ગર્ભપાતનો એ અધિકાર છીનવી લીધો, જે છેલ્લાં 50 વર્ષથી તેમની પાસે હતો. ત્યાંની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે, જોકે કોર્ટને કોઈ જ ફરક પડતો નથી. જોકે કેટલાંક ચર્ચ, જે ઈતિહાસમાં ઘણા વિવાદોના આરોપી રહી ચૂક્યાં છે એ માનવીયતાના નામ પર આ નિર્ણયનું સમર્થન કરી રહ્યાં છે.

તેમને ભ્રૂણમાં માનવતા દેખાઈ રહી છે, જોકે મા પ્રત્યે માનવતા દાખવવાની દૃષ્ટિ તેમની પાસે નથી. આમ પણ પશ્ચિમમાં ચર્ચના અત્યાચારોથી ઈતિહાસ ભરાયેલો છે, આ કારણે એના સમર્થન કે વિરોધથી કોઈ જ ફરક પડવાનો નથી. અમેરિકાના નાગરિક આ નિર્ણયનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે અને નિશ્ચિત રીતે આ વાત રાષ્ટ્રપતિ જો બાઈડનને મોંઘી પડશે.

રાષ્ટ્રપતિ જો બાઇડને એબોર્શનની આઝાદીને સમાપ્ત કરવા અંગે કહ્યું હતું કે કોર્ટે જે કર્યું છે એ અગાઉ ક્યારેય બન્યું નથી. આ નિર્ણય અમેરિકાને 150 વર્ષ પાછળ ધકેલી દેશે.
રાષ્ટ્રપતિ જો બાઇડને એબોર્શનની આઝાદીને સમાપ્ત કરવા અંગે કહ્યું હતું કે કોર્ટે જે કર્યું છે એ અગાઉ ક્યારેય બન્યું નથી. આ નિર્ણય અમેરિકાને 150 વર્ષ પાછળ ધકેલી દેશે.

રાષ્ટ્રપતિ બનતાં પહેલાં મહિલાઓના આ અધિકારના રક્ષણ માટે તેમણે પણ સમર્થન કર્યું હતું. જોકે સત્તામાં આવતાંની સાથે જ તેમના વિચાર બદલાઈ ગયા. જાણો શા માટે સત્તા મળવાની સાથે જ વ્યક્તિ એ નથી રહેતી, જે તે ખરેખર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમેરિકામાં મહિલાવિરોધી આ કાયદો હાલ પણ છે, જે અંતર્ગત રેપ પછી પુરુષ પીડિતા પાસેથી રેપિસ્ટ પેરેન્ટલ રાઈટને આધીન બાળક માગી શકે છે. આ બાબતે કોઈ ચર્ચને માનવતા દેખાતી નથી.

અન્ય સમાચારો પણ છે...