અમાનવીય વ્યવહાર:સાગરમાં PPE કીટ પહેરેલ એમ્બ્યુલન્સનો સ્ટાફ બેભાન થઈ પડી ગયો, 25 મિનિટ સુધી ડોક્ટરે હાથ ન લગાડ્યો

સાગર3 વર્ષ પહેલા
સાગરમાં 25 મિનિટ બેભાન પડી રહેલા પેરામેડીકલ સ્ટાફને ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્માચારીએ હાથ ન લગાડ્યો
  • બપોરના બે વાગ્યે 44 ડિગ્રી તાપમાનમાં એમ્બ્યુલન્સનો સ્ટાફ દર્દીઓને શિફ્ટ કરી રહ્યો હતો
  • પીપીઈ કીટ પહેરેલી હોવાના કારણે સ્ટાફને હીટ સ્ટ્રોક લાગ્યો, ઝટકા આવવા લાગ્યા હતા

બુંદેલખંડ (મધ્યપ્રદેશ) મેડીકલ કોલેજમાં જીવના જોખમે કોરોના પોઝિટિવ દર્દીઓને શિફ્ટ કરનાર 108 એમ્બ્યુલન્સના પેરામેડીકલ સ્ટાફ સાથે અમાનવીય વ્યવહારનો કેસ સામે આવ્યો છે. ભારે ગરમીમાં પીપીઈ કીટ પહેરીને એમ્બ્યુલન્સમાં તહેનાત પેરામેડીકલ કર્મચારી બેભાન થઈને પડી ગયો હતો. લગભગ 25 મિનિટ સુધી તે જમીન ઉપર પડ્યો રહ્યો હતો, પરંતુ હાજર ડોક્ટર અને સ્ટાફ તેની મદદ માટે આગળ આવ્યા ન હતા. બનાવ બુધવારનો છે. 108 એમ્બ્યુલન્સમાં બે કોરોના પોઝિટિવ દર્દીને બપોરના બે વાગ્યે ટીબી હોસ્પિટલથી બીએમસી શિફ્ટ કરાઈ રહ્યા હતા. આ દરમિયાન 44 ડિગ્રી તાપમાનમાં પીપીઈ કીટ પહેરેલી હોવાના કારણે બીએમસીના ગેટ પાસે એમ્બ્યુલન્સમાં તહેનાત સ્ટાફ હીરાલાલ પ્રજાપતિ બેભાન થઈને નીચે પડી ગયા હતા. ભારે ગરમીના કારણે તેમને ઝટકા આવવા લાગ્યા હતા.

ડ્રાઈવરે મદદ માંગી પણ ન મળી
ત્યાર પછી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ત્યા હાજર સ્ટાફ તેને ઉઠાવવા માટે અને દાખલ કરવા માટે મદદ માંગી. સંક્રમણના ડરના કારણે ત્યા હાજર સ્ટાફ અને ડોક્ટર મદદ કરવાના બદલે જિલ્લા હોસ્પિટલ લઈ જવાની વાત કરવા લાગ્યા. આ દરમિયાન 25 મિનિટ સુધી હીરાલાલ જમીન ઉપર પડ્યા રહ્યા હતા. ત્યા હાજર સ્ટાફે તેને દાખલ કરવાની કોશિશ ન કરી. બાદમાં એમ્બ્યુલન્સ દ્વારા તેમને જિલ્લા હોસ્પિટલ લઈ જઈ દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...