• Gujarati News
  • National
  • Mukesh Ambani Was Seen With His Father Prithvi, The Family Organized A Program For The Next Bride

આરંગેત્રમ સેરેમની:મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વીની સાથે જોવા મળ્યા, પરિવારે ભાવી વહુ માટે કાર્યક્રમનું આયોજન કર્યું

મુંબઈએક મહિનો પહેલા

અંબાણી પરિવારે જિયો વર્લ્ડ સેન્ટરમાં એક ખાસ આરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવારે આ સેરેમની તેમની આગામી વહુ બનનાર રાધિકા મર્ચન્ટ માટે રાખી હતી. આ શો દરમિયાન એક સુંદર તસવીર બહાર આવી છે. પ્રથમ વખત મુકેશ અંબાણી તેમના પૌત્ર પૃથ્વી અંબાણી સાથે જોવા મળ્યા. તે દાદા સાથે ડાર્ક પિન્ક કલરના કુર્તામાં જોવા મળ્યો હતો.

વર્ષ 2019માં રાધિકાની સગાઈ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી સાથે થઈ હતી. રાધિકા ઘણી વખત અંબાણી પરિવારના ફંકશન્સમાં જોવા મળી છે.
વર્ષ 2019માં રાધિકાની સગાઈ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી સાથે થઈ હતી. રાધિકા ઘણી વખત અંબાણી પરિવારના ફંકશન્સમાં જોવા મળી છે.

લાંબા સમય પછી એક વખત ફરી સમગ્ર અંબાણી પરિવાર સાથે જોવા મળ્યો હતો. રવિવારે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા, પ્રસંગ ભરતનાટ્યમ નૃત્ય શોનો હતો, જેમાં રાધિકા મર્ચન્ટે ખાસ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ શો દ્વારા એક ખાસ તસવીર પ્રકાશમાં આવી છે. પ્રથમ વખત મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વીની સાથે જોવા મળ્યા હતા.

શ્લોકા અને પૃથ્વી મેચિંગ કપડાંમાં જોવા મળ્યાં હતાં.
શ્લોકા અને પૃથ્વી મેચિંગ કપડાંમાં જોવા મળ્યાં હતાં.

અંબાણી પરિવારે જિયો વર્લ્ડ સેન્ટરમાં એક ખાસ આરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવારે આ સેરેમની તેમની બનનારી વહુ રાધિકા મર્ચન્ટ માટે રાખી હતી. રાધિકા મર્ચન્ટ એક ક્લાસિકલ ડાન્સર છે. તેણે પ્રથમ વખત સ્ટેજ પર પર્ફોર્મ કર્યું.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી.

કોકિલાબેન અંબાણી પણ થયાં કાર્યક્રમમાં સામેલ
આ દરમિયાન આકાશ અંબાણી પણ પોતાના પપ્પાની જેમ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. જ્યારે વહુ શ્લોકા ગુલાબી રંગની સુંદર સિલ્ક સાડીમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં કોકિલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના પૌત્ર આકાશ અને શ્વોકાની સાથે પોઝ આપ્યો હતો.

રણવીર સિંહ.
રણવીર સિંહ.

અંબાણી-મર્ચન્ટ પરિવારે મહેમાનોનું સ્વાગત કર્યું
અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું. આ શો દરમિયાન કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું. ઈવેન્ટમાં સામેલ થનારા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સલમાન ખાન.
સલમાન ખાન.

રાધિકા મર્ચન્ટ ક્લાસિકલ ડાન્સર છે
રાધિકા મર્ચન્ટના અરંગેત્રમ સેરેમનીના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે. એમાં તે સુંદર ક્લાસિકલ ડાન્સ કરતી દેખાઈ રહી છે. રાધિકા મર્ચન્ટના એક્સપ્રેશન્સ અને તેનો ડાન્સ ખૂબ જ અદભુત છે.

અમીર ખાન.
અમીર ખાન.

આરંગેત્રમ સેરેમની શું હોય છે?
આરંગેત્રમ સેરેમનીની વાત કરવામાં આવે તો એ એક ડાન્સરના ક્લાસિકલ ડાન્સની ફોર્મલ ટ્રેનિંગ પૂરી કરવા અને સ્ટેજ પર ડેબ્યુ કરવા માટે હોય છે. રાધિકા મર્ચન્ટ, શ્રી નિભા આર્ટ્સનાં ગુરુ ભાવના ઠક્કરની શિષ્ય છે.

બોલિવૂડ એક્ટર મિઝાન જાફરી.
બોલિવૂડ એક્ટર મિઝાન જાફરી.
જાણીતી અભિનેત્રી સરમીન શેગલ.
જાણીતી અભિનેત્રી સરમીન શેગલ.
ફિલ્મમેકર રાજકુમાર હીરાની.
ફિલ્મમેકર રાજકુમાર હીરાની.
પૂર્વ ક્રિકેટર ઝાહીર ખાન અને સાગરિકા.
પૂર્વ ક્રિકેટર ઝાહીર ખાન અને સાગરિકા.
અન્ય સમાચારો પણ છે...