• Gujarati News
  • National
  • Amarnath Yatra Tragedy Live Army Joins Rescue Operation, Death Toll Rises To 15, New Group Of Devotees Leaves Jammu For Amarnath

LIVE અમરનાથ દુર્ઘટના:સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 16 થયો, 35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા

અમરનાથ ગુફા, જમ્મુ-કાશ્મીર3 મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી અને વૈભવ પલનીટકર
  • 45 ગુમ શ્રદ્ધાળુની શોધખોળ શરૂ

અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 16 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા છે. આ તરફ માઉન્ટ રેસ્ક્યૂ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. હાલ અમરનાથ યાત્રાને રોકી દેવાઈ છે. પવિત્ર ગુફા પાસે રેસ્ક્યુ પૂરું થયા પછી અને માર્ગનું સમારકામ થયા પછી યાત્રા શરૂ કરાશે.

મળતી માહિતી મુજબ શુક્રવાર રાતથી જ યાત્રા સ્થગિત કરાઈ છે. પહલગામ અને બાલટાલમાં બનેલા બેઝ કેમ્પથી કોઈ વ્યક્તિને આગળ જવાની પરવાનગી નથી.

દુર્ઘટના છતાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
અમરનાથ યાત્રા માટે જનારા શ્રદ્ધાળુઓની હિંમત યથાવત્ છે. શુક્રવારની રાતે અમરનાથની યાત્રા માટે શ્રદ્ધાળુઓનું એક નવું ગ્રુપ જમ્મુ બેઝ કેમ્પથી કાશ્મીરના બાલતાલ અને પહલગામ બેઝ શિબિર માટે રવાના થયું હતું. શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે અમે પહલગામ તરફ જઈ રહ્યા છીએ, ભગવાન ભોળાનાથ બધાની રક્ષા કરશે. જોકે બાલતાલ અને પહલગામના શ્રદ્ધાળુઓને રોકી દેવાયા છે.

વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાથી એક-બે કિલોમીટરના વિસ્તારમાં બની છે, અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે 5.30 વાગ્યે વાદળું ફાટ્યું હતું. આ સમયે ગુફા પાસે 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ હાજર હતા. ઘટનામાં મરનારમાં ત્રણ મહિલા પણ છે. ITBPએ જણાવ્યું હતું કે 15 હજાર લોકોને પવિત્ર ગુફા પાસે સુરક્ષિત પંચતરણીમાં લઈ જવાયા છે.

વાદળ ફાટવાને કારણે પર્વત પરથી આવતા પાણીના વહેણમાં શ્રદ્ધાળુઓ માટે લગાવાયેલા 25 ટેન્ટ અને બેથી ત્રણ લંગર તણાયાં હતાં. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને અનેક લોકો ફસાયા હતા. ઘણા શ્રદ્ધાળુઓ લાપતા છે, જેઓ આ પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે.

અમરનાથ શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા NDRF દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે

  • 0194 2313149
  • 0194 2496240
  • 9596779039
  • 9797796217
  • 01936243233
  • 01936243018
દુર્ઘટના પછી આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી, લોકો ટેન્ટની બહાર દોડી આવ્યા હતા.
દુર્ઘટના પછી આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી, લોકો ટેન્ટની બહાર દોડી આવ્યા હતા.
પહોડો પરથી આવેલા પાણીનો તેજ પ્રવાહ ટેન્ટને પણ સાથે લેતો ગયો.
પહોડો પરથી આવેલા પાણીનો તેજ પ્રવાહ ટેન્ટને પણ સાથે લેતો ગયો.
દુર્ઘટનામાં મોતને ભેટેલા શ્રદ્ધાળુનો મૃતદેહ બહાર કાઢતા રેસ્ક્યૂ ટીમના સભ્યો.
દુર્ઘટનામાં મોતને ભેટેલા શ્રદ્ધાળુનો મૃતદેહ બહાર કાઢતા રેસ્ક્યૂ ટીમના સભ્યો.
આ વર્ષે 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે, કોરોનાને કારણે બે વર્ષથી યોજાઈ ન હતી.
આ વર્ષે 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે, કોરોનાને કારણે બે વર્ષથી યોજાઈ ન હતી.
ઘટના બાદ શ્રદ્ધાળુઓના ચહેરા પર ડર સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો.
ઘટના બાદ શ્રદ્ધાળુઓના ચહેરા પર ડર સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો.
અન્ય સમાચારો પણ છે...