• Gujarati News
  • National
  • Amarinder Singh May Call A Press Conference, Announce A New Party; Movement Increased In Punjab Congress

કેપ્ટન કાલે રાજકીય વિસ્ફોટ કરશે:અમરિન્દર સિંહે પ્રેસ કોન્ફરન્સ બોલાવી, નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે; પંજાબ કોંગ્રેસમાં હલચલ વધી

ચંદીગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરિન્દરની સાથે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પણ કોન્ફરન્સમાં નજરે પડી શકે છે તેવી ચર્ચા

કેપ્ટન અમરિન્દર સિંહ બુધવારે પંજાબના રાજકારણમાં મોટો વિસ્ફોટ કરી શકે છે. આ માટે અમરિન્દર સિંહ છેલ્લા લગભાગ એક મહીનાથી વર્કિંગ કરી રહ્યા છે. કેપ્ટને આવતીકાલે ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. તેઓ નવી પાર્ટીની જાહેરાત પણ કરી શકે છે. આ કારણે પંજાબ કોંગ્રેસની અંદર હલચલ તેજ બની ગઈ છે.

અમરિન્દરની પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની ખબર મળતાં જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યનો સંપર્ક સાધ્યો છે. આ ઉપરાંત મોટા નેતાઓની મુવમેન્ટ પર પણ નજર રાખવામા આવી રહી છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે અમરિન્દરની સાથે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પણ કોન્ફરન્સમાં નજરે પડી શકે છે.

ખાસ કરીને ચરણજીત ચન્ની મુખ્યમંત્રી બન્યા બાદ મંત્રી પદ પરથી હટાવવામાં આવેલા ધારાસભ્યો પર સૌની નજર છે. તેમાં રાણા ગુરમીત સોઢી, સાધુ સિંહ ધર્મસોત, ગુરપ્રીત કાંગડ, બલબીર સિદ્ધૂ અને શ્યામ સુંદર આરોડા સામેલ છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસનાં લગભગ 15 ધારાસભ્યો અમરિન્દર સાથે સંપર્કમાં છે.

બે નજીકના સાથ છોડી ગયા છે
ભલે અમરિન્દર નવી શરૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમના નજીકના લોકો જ સાથ છોડી રહ્યા છે. તેમાં સૌથી મોટું નામ કેપ્ટન સંદીપ સંધુનું છે, જે અમરિન્દરના CM રહેવા દરમિયાન તેમના સલાહકાર રહ્યા હતા. તેમણે અમરિન્દરના સૌથી નજીકના અને શક્તિશાળી માનવામાં આવે છે. અમરિન્દરને હટાવતા તેમણે પણ સલાહકાર પદ છોડી દીધું હતું.

સર્વદળીય બેઠક બાદ CM ચન્ની અને સિદ્ધુએ BSFના અધિકાર ક્ષેત્ર 15 કિમીથી વધારીને 50 કિમી કરવાનો વિરોધ કર્યો હતો.
સર્વદળીય બેઠક બાદ CM ચન્ની અને સિદ્ધુએ BSFના અધિકાર ક્ષેત્ર 15 કિમીથી વધારીને 50 કિમી કરવાનો વિરોધ કર્યો હતો.

અરુસા, કૃષિ કાયદા અને BSF મુદ્દા પર બોલશે કેપ્ટન
કેપ્ટન અમરિંદર સાથે જોડાયેલો મોટો મુદ્દો તેમની પાકિસ્તાની મિત્ર અરુસાનો છે, જેના વિશે કોંગ્રેસ સરકારે રાજકારણ શરૂ કર્યું હતું. જો કે, કેપ્ટને સૌને અરુસાના સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ હસ્તીઓ સાથેના ફોટા જાહેર કરીને જવાબ આપ્યો હતો.

બીજો મુદ્દો ખેડૂત આંદોલનનો છે, જે બાબતે અમરિન્દરની નવી પાર્ટીનું રાજકારણ મંડરાઈ રહ્યું છે. અમરિન્દરે કૃષિ કાયદા મુદ્દે નિર્ણય બાદ જ ભાજપ સાથે ગઠબંધન કરવાની વાત કરી છે. એવામાં આ મુદ્દે પણ તેમની પ્રતિક્રિયા મહત્વની રહેશે. પંજાબમાં સર્વદળીય બેઠક દ્વારા ચન્ની સરકારે BSFના અધિકારી વધારવા સામે પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ બાબતે કેપ્ટન સામે સવાલ થશે.

પહેલેથી જ કોંગ્રેસ છોડવાની વાત કરી ચૂક્યા છે અમરિન્દર
કેપ્ટન અમરિન્દર સિંહ પહેલેથી જ કોંગ્રેસ છોડવાની વાત કરી ચૂક્યા છે. તેમણે દિલ્હીની મુલાકાત બાદ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. અમરિન્દરે ત્યાં સુધી પણ કહી દીધું હતું કે ભલે નવજોત સિંહ સિદ્ધૂને પણ કોંગ્રેસ બહાર કરી છે, પરંતુ હવે તેમના દરવાજા કોંગ્રેસ માટે બંધ થઈ ગયા છે. અમરિન્દરે એવું પણ કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. તે પોતાની અલગ નવી પાર્ટી બનાવીને ચૂંટણી લડશે. તે ભાજપ સાથે ગઠબંધન જરૂરથી કરી શકે છે.

કેપ્ટને કોંગ્રેસમાં બળવા બાદ રાજ્યપાલને રાજીનામું આપી દીધું હતું.
કેપ્ટને કોંગ્રેસમાં બળવા બાદ રાજ્યપાલને રાજીનામું આપી દીધું હતું.

અપમાનિત થઈને છોડવી પડી હતી ખુરશી
કેપ્ટન અમરિન્દર સિંહને કોંગ્રેસે પંજાબ ચૂંટણીનાં લગભગ 6 મહીના પહેલા જ હટાવી દીધા છે. ત્યારે અમરિન્દરે કહ્યું હતું કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે. બાદમાં તેમણે પંજાબ કોંગ્રેસનાં નવા અધ્યક્ષ નવજોત સિઉદ્ધુ અને કોંગ્રેસ હાઇકમાન્ડ પર પણ નિશાન સાધ્યું હતું. ત્યાર બાદ અમરિન્દરે દિલ્હી જઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...