• Gujarati News
  • National
  • Amarinder Says Entire Congress Was Dyed In Sidhu's Comedy, MLAs Were Scared And Signed Against Me

કેપ્ટનનો રાવત અને સુરજેવાલા પર પ્રહાર:અમરિંદરે કહ્યું- સંપૂર્ણ કોંગ્રેસ સિદ્ધુની કોમેડિમાં રંગાઈ ગઈ, ધારાસભ્યોને ડરાવી મારી વિરુદ્ધ હસ્તાક્ષર કરાવ્યા

14 દિવસ પહેલા

પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યો છે. હવે અમરિંદરનું કહેવું છે કે પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલા ગજગ્રાહની સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ ગયેલા નેતા તેમની સામે દુષ્પ્રચાર કરી રહ્યા છે. કેપ્ટને કહ્યું કે એક બાજુ હરીશ રાવત કહે છે કે 43 ધારાસભ્યએ મારી સામે પત્ર લખ્યો છે. હવે રણદીપ સુરજેવાલા કહે છે કે 79માંથી 78 ધારાસભ્યનો પત્ર મળ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર પાર્ટી સિદ્ધુની કોમેડી રંગમાં રંગાઈ ગઈ છે.

આવતી કાલે તેઓ કહેશે કે પંજાબ વિધાનસભાના તમામ 177 ધારાસભ્યોએ મને હટાવવા માટે પત્ર મોકલ્યો હતો. અમરિંદરે આ સાથે એવો પણ દાવો કર્યો છે કે 43 ધારાસભ્યોને પણ મજબૂર કરી પત્ર પર તેમના હસ્તાક્ષર લેવામાં આવ્યા. તેમણે કહ્યુ કે પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે ખોટું બોલી રહ્યા છે.

મજાકભર્યાં અંદાજમાં કહ્યું- અસત્યનું પણ યોગ્ય સંકલન કરી શક્યા નહીં
અમરિંદરે મજાકભર્યાં અંદાજમાં કહ્યું કે આ તો પાર્ટીની અંદરની સ્થિતિ છે. તેઓ પોતાના અસત્યને પણ કોઓર્ડિનેટ કરી શકતા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં સંપૂર્ણપણે અવ્યવસ્થા પ્રવર્તિ રહી છે. આ સંકટ સતત વધી રહ્યું છે. મોટાભાગના સિનિયર નેતાઓનો પાર્ટીના કામકાજથી મોહ ભંગ થઈ ચુક્યો છે.

અમરિંદરે આપ્યો રિપોર્ટ કાર્ડ, મારી સરકારમાં દરેક ચૂંટણી જીત્યા
અમરિંદરે કહ્યું કે વર્ષ 2017 બાદ કોંગ્રેસ પંજાબમાં દરેક ચૂંટણી જીતતી રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 77 બેઠક જીતી હતી. ત્યારબાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં 4થી 3 બેઠક જીતી હતી. ત્યા સુધી કે સુખબિર બાદલના દબદબાવાળી જલાલાબાદ બેઠક પણ કોંગ્રેસે જીતી છે. અમરિંદરે કહ્યું કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 13માંથી 8 બેઠક જીત્યા છે. તે સમયે સમગ્ર દેશમાં ભાજપની લહેર હતી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં 7 નગર નિગમમાં ચૂંટણી યોજાઈ. કોંગ્રેસે 350માંથી 281 એટલે કે 80.28 ટકા બેઠક જીત્યા. 109 નગર કૌસિલની ચૂંટણી યોજાઈ. તેમા 109 કાઉન્સિલર પૈકી 97 કોંગ્રેસી જીત્યા હતા. નવજોત સિદ્ધુના ઈશારે કેટલાક નેતાઓ અને ધારાસભ્યોએ આ સંપૂર્ણ માહોલ રચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...