તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Amarinder Said Don't Agitate In Punjab, It Will Cause Economic Loss To The State; Go To Delhi Or Haryana To Bring Pressure

કિસાન આંદોલન પર બદલાયા કેપ્ટનના સૂર:અમરિંદરે કહ્યું- પંજાબમાં આંદોલન ન કરો, તેનાથી રાજ્યને આર્થિક નુકસાન; દબાણ લાવવા માટે દિલ્હી કે હરિયાણા જાવ

જલંધર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કિસાન આંદોલનને લઈને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. હોશિયારપુરમાં એક સમારંભમાં તેઓએ કહ્યું કે કિસાન પંજાબમાં આંદોલન ન કરે. તેઓ ઈચ્છે તો હરિયાણા અને દિલ્હીમાં જઈને ગમે તે કરે, પોતાનું દબાણ વધારે પરંતુ પંજાબનું વાતાવરણ ન બગાડે.

કેપ્ટને કહ્યું કે પંજાબમાં કિસાન 113 જગ્યાએ ધરણાં પર બેઠા છે. તેનાથી રાજ્યને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કેપ્ટને કહ્યું કે તેને આશા છે કે કિસાન નેતા તેમની અપીલ પર વિચાર કરશે. કેપ્ટને કહ્યું કે પંજાબ સરકારે કિસાન આંદોલનમાં પૂરી મદદ કરી છે. જો પંજાબ સરકાર રોકી દેત તો સિંધુ અને ટિકરી બોર્ડર પર આટલી ભીડ ભેગી ન થાત. કિસાનોનો અવાજ આખા દેશ અને દુનિયામાં ન પહોંચ્યો હોત.

કેપ્ટને કહ્યું પંજાબ દેશનું પહેલું રાજ્ય છે જેને કૃષિ સુધાર કાયદાને લાગુ કરવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ અમે અમારા કાયદાઓ બનાવ્યા, પરંતુ તેને ગવર્નરે આગળ ન મોકલ્યા. જેના કારણે તેને અમે લાગુ ન કરી શક્યા.

હોશિયારપુરમાં સમારંભને સંબોધિત કરતા કેપ્ટન અમરિંદર સિંહ
હોશિયારપુરમાં સમારંભને સંબોધિત કરતા કેપ્ટન અમરિંદર સિંહ

અકાલી દળ પર પણ સાધ્યું નિશાન
કેપ્ટન અમરિંદર સિંહે અકાલી દળ પર પણ નિશાન સાધ્યું હતું. કેપ્ટને કહ્યું કે આ મુદ્દે પંજાબ સરકારે ઓલ પાર્ટી મીટિંગ બોલાવી હતી. પરંતુ અકાલી દળવાળા ન આવ્યા. જ્યારે હરસિમરત કૌર બાદલ કેન્દ્રીય મંત્રી હતા તો તેઓએ કૃષિ કાયદાની ભલામણ કરી. જે બાદ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે પણ તેની પ્રશંસા કરી. જો કે જ્યારે વિરોધ થયો તો તેઓએ પલટી મારી હતી.

કેન્દ્રની જિદના કારણે સ્થિતિ બગડી શકે છે
કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને કહ્યું કે દેશના બંધારણમાં 127 વખત સંશોધન થયું છે. જો આ કાયદાથી ખેડૂતોને પરેશાન થઈ રહી છે તો પછી વધુ એક ફેરફાર થઈ શકે છે. તેઓ કિસાનના પ્રતિનિધિઓની સાથે બેસે. સંસદ બોલાવે અને આ સમસ્યાનું સમાધાન કાઢે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારની જિદથી દેશની સ્થિતિ બગડી શકે છે.

કિસાન નેતા બોલ્યા, કોર્પોરેટના હિતેચ્છુ કે ખેડૂતોના?
કેપ્ટન અમરિંદર સિંહના આ નિવેદન પછી કિસાન નેતા મનજીત સિંહ રાયે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે જે 113 જગ્યાએ કેપ્ટન ધરણાંની વાત કરી રહ્યાં છે, તે કોર્પોરેટ મોલ અને ટોલ પ્લાઝા છે. કેપ્ટન જણાવે કે તેઓ કોર્પોરેટના હિતેચ્છુ છે કે ખેડૂતોના? કેપ્ટન જણાવે કે શું પંજાબનું ડેવલપમેન્ટ માત્ર ટોલ પ્લાઝા કે મોલના કારણે જ થાય છે. તેઓએ ધરણાંન કરવાના નિવેદન પર કહ્યું કે શેરડીની કિંમત વધારવા માટે પણ અમે 5 દિવસ સુધી હાઈવે પર જામ કરવો પડ્યો. ત્યારે કેપ્ટન સરકારે ખેડૂતોની વાત સાંભળી.

અન્ય સમાચારો પણ છે...