• Gujarati News
  • National
  • Amarinder Is Forming A Political Party, Sidhu's Opponents Will Get A Place, Hold A Meeting With Close Allies In The Congress

કેપ્ટનની પંજાબ વિકાસ પાર્ટી:અમરિંદર બનાવી રહ્યા છે રાજકીય પક્ષ, સિદ્ધુ વિરોધીઓને સ્થાન મળશે, કોંગ્રેસમાં રહેલા નજીકના સાથીઓ સાથે બેઠક યોજી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંજાબના ભૂતપુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં તેમનો નવો રાજકી પક્ષ સ્થાપશે. આ પક્ષનું નામ પણ પંજાબ વિકાસ પાર્ટી (PVP) હશે. પાર્ટીની જાહેરાત અગાઉ અગાઉ અમરિંદરે તેમના નજીકના નેતાઓનો સંપર્ક કરી લીધો છે. આ પક્ષમાં નવજોત સિંહ સિદ્ધુના વિરોધીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

અમરિંદરને કેટલાક દિવસ અગાઉ CMની ખુરશી છોડવી પડી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી પ્રવાસ પર ગયા હતા. અહીં તેઓ ગૃહમંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં નહીં રહે. તેમણે ભાજપમાં જવાનો પણ ઈન્કાર કર્યો હતો. અમરિંદરે CMની ખુરશી છોડ્યા બાદ નવજોત સિદ્ધુ પર મોટો હુમલો કર્યો હતો. કેપ્ટને કહ્યું હતું કે સિદ્ધુને કોઈ પણ કિંમતે જીતવા દેશે નહીં. સિદ્ધુ સામે મજબૂત ઉમેદવાર ઉભો રાખવામાં આવશે. તેનાથી અંદાજ લગાવી શકાતો હતો કે કેપ્ટન ટૂંક સમયમાં નવી કોઈ પાર્ટી બનાવશે.

પંજાબ સરકાર પર જોખમ
કેપ્ટનના આ પગલાથી પંજાબની કોંગ્રેસ સરકારને પણ જોખમ સર્જાયું છે. કેપ્ટનના નજીકના ધારાસભ્ય અને ભૂતપુર્વ મંત્રી કોંગ્રેસ છોડી શકે છે. આ સંજોગોમાં CM ચરણજીત ચન્નીની સરકાર પર લઘુમતીમાં આવી જવાનું સંકટ છે. ખાસ વાત એ છે કે કેપ્ટન 2 દિવસ અગાઉ ગૃહમંત્રી અને NSAને મળીને આવ્યા છે. પરત ફર્યાં ત્યારબાદ તેમણે પંજાબમાં જે ઘટના ક્રમ બની રહ્યા છે તે રાષ્ટ્ર સુરક્ષા સામે જોખમી હોવાનું કહ્યું છે. CM ચરણજીત સિંહ ચન્નીની રાષ્ટ્રીય સુરક્ષા અંગે અનુભવને લઈ ચિંતા પણ વ્યક્ત કરી ચુક્યા છે.