• Gujarati News
  • National
  • Amarinder Did Not Meet MLAs And Leaders While He Was CM; Sidhu Was Defeated By The Same Bet To The Captain

જાણો કેમ કેપ્ટનની ખુરશી ગઈ:CM થઈને ધારાસભ્યોની અવગણના કરી, અમલદારશાહી હાવી રહી; કેપ્ટનની આ બાબતથી વિરોધીઓ ફાવી ગયા

જલંધર(પંજાબ)એક મહિનો પહેલા

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની ઘણી નબળાઈઓ રહી, જેને મુદ્દો બનાવીને વિરોધીઓએ તેમની ખુરશી પર સંકટ ઊભું કરવા માટેની પટકથા તૈયાર કરી. સૌથી પહેલા કેપ્ટન પર પાર્ટીના નેતાઓને ન મળવાનો આરોપ લાગ્યો, સાથે જ રાજ્યમાં અમલદારશાહીનું વર્ચસ્વ એક મોટું કારણ હતું અને તેમના પર વિપક્ષી પક્ષો સાથે મિલીભગત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પંજાબ કોંગ્રેસના નવા વડા નવજોત સિદ્ધુએ આ જ દાવ સાથે કેપ્ટનને પછાડવા માટે પડદા પાછળ રાજકીય રમત બનાવી હતી.

સિદ્ધુ વારંવાર કેપ્ટનની આ નબળાઈને જાહેર કરતા રહ્યા. ત્યાર બાદ કોંગ્રેસમાં કેપ્ટન વિરુદ્ધ બળવાખોરી થવા લાગી. સિદ્ધુના આ દાવમાં ફસાયેલા કેપ્ટનને ના છૂટકે નેતાઓને મળવું પડ્યું. ધારાસભ્યોને ન મળનારા કેપ્ટન અમરિંદર સિંહ ચેરમેનને પણ મળવા લાગ્યા. જે આરોપ સિદ્ધુ લગાવતા રહ્યા, કેપ્ટન એને સાબિત કરતા રહ્યા. એના પછી કેપ્ટનની ખુરશીનું જોખમ વધવા લાગ્યું.

ફાર્મ હાઉસથી સરકાર ચલાવવાનો આરોપ
કેપ્ટન અમરિંદર સિંહ વિશે મોટે ભાગે એમ કહેવામાં આવે છે કે તેઓ મહારાજા સ્ટાઈલમાં કામ કરે છે. તેમને મળવું મુશ્કેલ છે. વિરોધીઓ તેમના પર ફાર્મ હાઉસથી સરકાર ચલાવવાનો આરોપ લગાવી ચૂક્યા છે. જોકે કેપ્ટને આના પછી તાલમેલ માટે કેટલાક એડવાઈઝર પણ લગાવ્યા, પરંતુ ધારાસભ્યોની વાત સાંભળ્યા વગર એડવાઈઝર સલાહ આપવા લાગ્યા. ત્યાર બાદ કેપ્ટન વિરુદ્ધ પૂરી રાજકીય જાળ વધતી ગઈ.

કેપ્ટન પર વિરોધીઓની જાળ કસાતી ગઈ, કેપ્ટનને મુલાકાતનો ફોટો જાહેર કરવો પડ્યો
સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસની ખુરશી સંભાળતાંની સાથે જ નેતાઓને ન મળવાના વિવાદને છંછેડ્યો. ત્યાર બાદ ધારાસભ્યો પણ ખૂલીને બોલવા લાગ્યા. પંજાબમાં અમલદારશાહી હાવી હોવાનો આરોપ લગાવાયો. આ બાબત પર કેપ્ટનને ધારાસભ્યો અને નેતાઓ સાથે મુલાકાત કરી ફોટા જાહેર કરવા પડ્યાં.

મંત્રીઓને કોંગ્રેસ ભવન મોકલવા કહ્યું
નવજોત સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના મંત્રી બન્યા બાદ કેપ્ટન સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ દર સપ્તાહે મંત્રીઓને કોંગ્રેસ ભવન મોકલે, તેથી તેઓ કોંગ્રેસી વર્કરોની મુશ્કેલીઓ સાંભળી શકે. કેટલાક મંત્રીઓ આવ્યા પણ ખરા, પરંતુ એ બાદ આ મામલો ઠપ થઈ ગયો.

તાલમેલ કમિટીની બેઠક ટાળતા ગયા
ત્યાર બાદ પંજાબમાં સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ માટે કમિટી બની હતી, જેના ચેરમેન કેપ્ટન અમરિંદર હતા. એમાં 3 મંત્રી સહિત 13 મેમ્બર રાખવામાં આવ્યા હતા, જોકે એમાં સિદ્ધુનું નામ ખૂબ જ નીચે હતું અને તેમને ચેરમેન પણ ન બનાવી શક્યા. આની ત્રણ બેઠક રાખવામાં આવી હતી, પરંતુ દરેક વખતે સિદ્ધુએ બેઠક ટાળી હતી.

અકાલીઓ સાથે સાઠગાંઠ કરવાનો આરોપ
પોતાના આ કાર્યકાળ દરમિયાન પૂર્વ DGP સૈની વિરુદ્ધ કાર્યવાહી, ડ્રગ્સ રેકેટ પર કઠોર કાર્યવાહી મામલે કેપ્ટન પર વિપક્ષી દળો સાથે સાઠગાંઠના આરોપ લાગ્યા. આને પણ પાર્ટીના તેમના વિરોધીઓએ મુદ્દો બનાવ્યો અને હાઈકમાન્ડ સુધી આ બાબતને લઈ ગયા.

ચૂંટણી વાયદા પણ પૂર્ણ ન કર્યા
2017માં કોંગ્રેસે ઘણા મુદ્દાઓ પર વિધાનસભા ચૂંટણી લડી હતી. એ દરમિયાન ઘણા વાયદા પણ સામાન્ય જનતાને કરવામાં આવ્યા, પરંતુ પોતાના સંપૂર્ણ કાર્યકાળમાં આ ચૂંટણી વાયદાઓને પૂરા ન કરવા પણ કેપ્ટનને ભારે પડ્યા.

અન્ય સમાચારો પણ છે...