ઈન્ડિયન એર ફોર્સની પહેલી મહિલા પાઇલટ અવની ચતુર્વેદી જાપાન સાથે થનાર હવાઈ યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને દેશ વચ્ચે સંયુક્ત હવાઈ અભ્યાસ વીર ગાર્ડિયન 12થી 26 જાન્યુઆરી સુધી ચાલશે. તે જાપાનના ઓમિટામામાં હાયકુરી અને સયામા એર બેઝ પર યોજાશે.
સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ 30MKIના પાઇલટ છે. તેમણે 2018માં એકલા મિગ-21 પણ ઉડાડ્યું છે. અવની જુલાઈ 2016માં તેમના બેચમેટ્સ ભાવના કાંત અને મોહના સિંહ સાથે ફ્લાઈંગ ઓફિસર બન્યા હતા.
ભારત અને જાપાન વચ્ચેના યુદ્ધાભ્યાસ અંગે અપડેટ
સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો
ભારત અને જાપાન વચ્ચે ગયા સપ્ટેમ્બર એટલે કે 2022માં સંમતિ થઈ હતી કે બંને દેશો દ્વિપક્ષીય સંકલન સાથે સૈન્ય કવાયત, ફાઈટર જેટ ડ્રીલ કરશે. બંને દેશોના સંરક્ષણ મંત્રાલયોની બેઠકમાં આ સમજૂતી કરવામાં આવી હતી. વીર ગાર્ડિયન બંને દેશોને મજબૂત કરવા અને સંરક્ષણ સુધારણાને આગળ વધારવા માટે કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.