તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું:ભાજપને રથયાત્રા યોજવા મંજૂરી, દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થશે

કોલકાતાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાજપના ધારાસભ્યોએ બજેટ સત્ર દરમિયાન વૉકઆઉટ કર્યું. - Divya Bhaskar
ભાજપના ધારાસભ્યોએ બજેટ સત્ર દરમિયાન વૉકઆઉટ કર્યું.
 • આજથી જે.પી.નડ્ડા રથયાત્રાની શરૂઆત કરશે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ રથયાત્રા યોજવા જઇ રહ્યો છે. સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ની શરૂઆતમાં આનાકાની બાદ શુક્રવારે નાદિયાના જિલ્લા તંત્રઅે તેના માટે શરતો હેઠળ મંજૂરી આપી દીધી છે. હવે શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નાદિયાના નવદ્વીપથી રથયાત્રાને લીલીઝંડી બતાવશે. કાર્યક્રમ મુજબ ભાજપ અધ્યક્ષ 9 ફેબ્રુઆરીએ પણ એક રથયાત્રાને રવાના કરવાના છે.

આ રથયાત્રા રાજ્યની દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થશે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ફેબ્રુઆરીથી આવી જ અન્ય રથયાત્રાને રવાના કરી શકે છે. જોકે આ કાર્યક્રમ મામલે ભાજપ અને ટીએમસીમાં ખેંચતાણ વધી છે. ભાજપે તૃણમૂલ સરકાર પર આરોપ મૂક્યો છે કે તે તેના રથયાત્રા કાર્યક્રમોને મંજૂરી આપી રહી નથી. જ્યારે તૃણમૂલે કહ્યું કે પ.બંગાળ સરકારે કોઈ પણ યાત્રાને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો નથી. ભાજપના આરોપો જુઠ્ઠા છે. તે દુષ્પ્રચાર કરે છે. જો એવું હોય તો તે પુરાવા બતાવે.

રથયાત્રા અટકાવવા માટે કોર્ટમાં અરજી
અહીં કલકત્તા હાઈકોર્ટમાં ભાજપની રથયાત્રા પર રોક લગાવવાની માગ કરતી એક અરજી દાખલ કરાઈ છે. તેના પર 9 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ શકે છે.

તૃણમૂલની ભાજપમાં જોડાયેલા નેતાને ધમકી
આ દરમિયાન ભાજપમાં જોડાયેલા તૃણમૂલના પૂર્વ ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્યએ પોતાના જીવને ખતરો હોવાનો દાવો કર્યો છે. તેમણે ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો