• Gujarati News
  • National
  • Allow Us To Wear Colored Hijab In School Uniform, Students' Representation In High Court

કર્ણાટક હિજાબ વિવાદ:હાઈકોર્ટમાં વધુ સુનાવાણી બુધવારે હાથધરાશે, વિદ્યાર્થીનીઓના વકીલે દ.આફ્રિકાની કોર્ટના આદેશ પર દલીલ કરી

ઉડ્ડપી7 મહિનો પહેલા
  • અરજદાર છ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ એક નવી અરજી દાખલ કરી છે

કર્ણાટકના હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અરજદાર છ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ એક નવી અરજી દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક રાજ્યોમાં ચૂંટણી હોવાના કારણે આ મામલાને રાજકીય રંગ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ કારણે વિદ્યાર્થીનીઓને હેરાન કરવામાં આવી રહી છે. કોર્ટ આ મામલાની વધુ સુનાવણી બુધવારે હાથધરશે.

આફ્રિકાની કોર્ટના આદેશને ટાંકીને દલીલ કરાઈ
અરજદાર વિદ્યાર્થીનીઓ તરફથી હાજર થયેલા સિનિયર એડવેકેટ દેવદત્ત કામતે કોર્ટ સમક્ષ દક્ષિણ આફ્રિકાની એક કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં મુદ્દો એ હતો કે શું દક્ષિણ ભારતની એક હિન્દુ છોકરી શું સ્કુલમાં નોઝ રિંગ પહેરી શકે છે.

કામતે કહ્યું કે દક્ષિણ આફ્રિકાની કોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે એવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હોય, જે પોતાના ધર્મ કે સંસ્કૃતિને વ્યક્ત કરવાથી ડરતા હોય તો તેમને આમ કરવાથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉજવણી કરવાની બાબત છે, ડરવાની વાત નથી. કામતે કહ્યું કે દક્ષિણ આફ્રિકાની કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ધર્મ અને સંસ્કૃતિનું સાર્વજનિક પ્રદર્શન વિવિધતાનો એક ઉત્સવ છે. જે આપણી સ્કુલોને સમુદ્ધ કરે છે.

ત્રણ જજની બેન્ચે સુનાવણી કરી હતી
આજે જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેન્ચ આ મામલાની સુનાવણી કરી હતી. અગાઉ સોમવારે જસ્ટિસ દીક્ષિતે સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવાના સરકારી ઓર્ડરને બિનજવાબદાર ગણાવ્યો છે. કોર્ટના જણાવ્યા મુજબ સરકારનો આદેશ બંધારણના આર્ટિકલ 25ની વિરુદ્ધ છે અને એ કાયદાકીય રીતે યોગ્ય નથી. આર્ટિકલ 25માં ધાર્મિક માન્યતાઓના પાલનની આઝાદી આપવામાં આવી છે. હિજાબ પર બેનને લઈને કાયદો નથી.

હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી
કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદ પર સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન હિજાબ પહેરવાના પક્ષમાં અરજી કરનારી વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટને અનુરોધ કર્યો હતો કે તેમને સ્કૂલના યુનિફોર્મવાળા રંગનો હિજાબ પહેરવાની પરવાનગી આપવામાં આવે. ઉડ્ડપીમાં ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી કોલેજની વિદ્યાર્થિનીઓ તરફથી વકીલ દેવદત્ત કામતે બેન્ચને કહ્યું હતું કે હું વિદ્યાર્થિનીઓ માટે સ્કૂલ યુનિફોર્મના રંગવાળો હિજાબ પહેરવાની પરવાનગી આપવા માટે એક સકારાત્મક માગ કરી રહ્યો છે.

વકીલે કહ્યું- હિજાબ એક જરૂરી ધાર્મિક પ્રથા
એડવોકેટ કામતે એ પણ દાવો કર્યો છે કે કેન્દ્રીય સ્કૂલ તો મુસ્લિમ વિદ્યાર્થિનીઓને સ્કૂલના યુનિફોર્મના રંગનો હિજાબ પહેરવાની પરવાનગી આપે છે, તો અહીં પણ આમ કરી શકાય. વધુમાં તેમણે કહ્યું હતું કે હિજાબ એક ધાર્મિક પ્રથા છે. તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો એ ભારતીય બંધારણના અનુચ્છેદ 25નું ઉલ્લંઘન છે.

વિદ્યાર્થિનીઓએ અરજી દાખલ કરી હતી
મુસ્લિમ વિદ્યાર્થિનીઓના વકીલે બેન્ચને રજૂઆત કરતાં કહ્યું હતું કે બીજી પ્રી-યુનિવર્સિટી કક્ષામાં અભ્યાસ કરતી છોકરીઓ પ્રવેશ લીધા પછીથી છેલ્લાં બે વર્ષથી હિજાબ પહેરી રહી છે. તેમણે કહ્યું હતું કે એક કોલેજ વિકાસ સમિતિને સરકારે યુનિફોર્મ નક્કી કરવા માટે અધિકૃત કરી છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થિનીઓએ મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થી, ન્યાયમૂર્તિ જેએમ ખાજી અને ન્યાયમૂર્તિ કૃષ્ણા એમ. દીક્ષિતની બેન્ચ સમક્ષ અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...