હિજાબ વિવાદમાં અરજદારની માંગ:સેન્ટ્રલ સ્કૂલમાં હિજાબની છૂટ, કર્ણાટકમાં પણ આપો

બેંગલુરુ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ અંગે હાઈકોર્ટમાં દાખલ અરજીઓ પર સોમવારે સુનાવણી શરૂ થઇ હતી. આ અરજીઓમાં શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પર પ્રતિબંધને પડકારાયો છે. ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે.એમ.ખાજીની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. અરજદારો વતી હાજર વકીલ દેવદત્ત કામતે કહ્યું

કે સેન્ટ્રલ સ્કૂલોમાં નોટિફિકેશનના માધ્યમથી મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની મંજૂરી છે. મદ્રાસ અને કેરળ હાઈકોર્ટે પણ હિજાબ પહેરવાની છૂટ આપી છે. એવામાં કર્ણાટકે પણ તેની મંજૂરી આપવી જોઇએ. કામતે કહ્યું કે રાજ્યએ હિજાબ અંગેનો નિર્ણય કોલેજની સમિતિ પર છોડી દીધો છે. આ ગેરકાયદે છે. કોલેજમાં હિજાબ પર બેન ન મૂકી શકાય. સોમવારે બપોરે અઢી વાગ્યે શરૂ થયેલી સુનાવણી સાંજે સાડા ચાર વાગ્યા સુધી ચાલી હતી. તે મંગળવારે પણ ચાલુ રહેશે.

સ્કૂલો શરૂ, હિજાબ વિના પ્રવેશ
આશરે એક અઠવાડિયા સુધી હિજાબ વિવાદને કારણે રજાઓ બાદ રાજ્યમાં સોમવારે ધો. 10 સુધીની સ્કૂલો ફરી શરૂ થઇ. જોકે કોલેજમાં 16 ફેબ્રુઆરી સુધી રજા જાહેર છે. સૌથી વધુ પ્રભાવિત ઉડુપીમાં કલમ 144 લાગુ કરાઇ છે. શિક્ષણ વિભાગ અનુસાર મુસ્લિમ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો હિજાબ પહેરીને સ્કૂલે આવ્યા હતા પણ સ્કૂલમાં પ્રવેશતા પહેલા હિજાબ ઉતારી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...