કેરળના માનવ બલિદાન કેસમાં પોલીસે બુધવારે ચોંકવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે, ડોક્ટર દંપતીએ 2 મહિલાઓને પહેલા બાંધીને તેમના પર ત્રાસ ગુજારીને તેમની બલિ ચઢાવી છે. એક મૃતદેહના 56 ટુકડાઓ કરી તેની લાશ પણ ખાધી હતી. જોકે, પોલીસે હજી સુધી માનવ માંસ ખાવાની પુષ્ટિ કરી નથી, પરંતુ પુરાવા આ તરફ જ જઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ બંને મહિલાઓની છાતી પણ ચીરી નાખી હતી.
કેરળમાં 2 મહિલાઓની બલિ ચઢાવવાના કેસમાં મંગળવારે એટલે કે 11 ઓક્ટોબરના રોજ સામે આવ્યો હતો. આ ઘટના 27 સપ્ટેમ્બરની છે. કેરળનાં ત્રિરુવલ્લામાં અંધશ્રદ્ધાના કારણે ડોક્ટર ભગાવલ સિંહ અને તેમની પત્ની લૈલાએ 2 મહિલાઓનું ગળું કાપીને હત્યા કરી નાખી. ત્યારબાદ બંને મૃતદેહોના ટુકડા કરી દફનાવી દીધા હતા. આરોપીઓને એવો વિશ્વાસ હતો કે આવું કરવાથી તેમના ઘરમાં સંપત્તિ આવશે અને ધનલાભ થશે. આ કામમાં મોહમ્મદ શફી નામના તાંત્રિકે તેમની મદદ કરી હતી. મંગળવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મુખ્ય આરોપી તાંત્રિક શફી પણ વ્યક્તિઓની અપહરણ કરતો
ત્રિરુવલ્લાના રહેવાસી ડોક્ટર ભાગવલ લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તેની પત્ની લૈલાએ પેરુમ્બવૂરમાં રહેતા તાંત્રિક શફીનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું- માનવ બલિ આપવાથી જ ભગવાન ખુશ થશે. તેણે બે મહિલાઓને બલિદાન આપવાનું કહ્યું. સાથે જ કહ્યું કે તે મહિલાઓ માટે બલિદાનની વ્યવસ્થા કરશે. તે વ્યક્તિઓનું અપહરણ પણ કરતો હતો. પોલીસે તેને આ કેસમાં મુખ્ય આરોપી બનાવ્યો છે.
લાલચ આપીને મહિલાઓને લાવતો હતો
લૈલાએ ફેસબુકના માધ્યમથી તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. શિહાબ કલાડી અને કદવંતરાની રહેવાસી બે મહિલાઓ પૈસા અને કામની લાલચ આપીને ત્રિરુવલ્લા લાવ્યો હતો. અહીંથી ડોક્ટર દંપતી અને શિહાબ બંનેને પથનામથિટ્ટાના એલાંથુર લઈ ગયા. તેમણે અહીં તંત્ર દ્વારા તેમના બલિદાન ચઢાવી દીધી હતી. બંને મહિલાઓને એલાંથુરમાં જ દફનાવવામાં આવી હતી.
પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં શું ખુલાસાઓ થયા છે
તાંત્રિક શફી વિશે આ જાણકારી મળી
ગુમ થયેલ મહિલાએ ફોન લોકેશનથી પોલીસે શફીને ઝડપી પાડ્યો
પોલીસ ગુમ થયેલી મહિલાની શોધમાં તેના મોબાઈલના લોકેશન દ્વારા ત્રિરુવલ્લા પહોંચી હતી. ત્યાંના CCTV ફૂટેજ દ્વારા જાણવા મળ્યું કે મહિલાનો ડોક્ટર સાથે સંપર્ક હતો. પોલીસે ડોક્ટર દંપતીને કસ્ટડીમાં પૂછપરછ કરી તો તેમણે સમગ્ર રહસ્ય ખોલ્યું.
CM વિજ્યને કહ્યું- કાળો જાદુ સમાજ માટે જોખમ છે
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, માત્ર માનસિક રીતે બીમાર લોકો જ આવા ગુના કરી શકે છે. આવા કાળા જાદુ સભ્ય સમાજ માટે જોખમ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.