• Gujarati News
  • National
  • Allegations Of Corruption And Spying On Opposition Leaders In Delhi Government's Feedback Unit

મનીષ સિસોદિયા પર CBIનો નવો કેસ:દિલ્હી સરકારની ફીડબેક યુનિટમાં કરપ્શન અને વિપક્ષના નેતાઓની જાસૂસી કરાવવાનો આરોપ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનીષ સિસોદિયા લીકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ છે. CBIએ 26 ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરી હતી. - Divya Bhaskar
મનીષ સિસોદિયા લીકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ છે. CBIએ 26 ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરી હતી.

આબકારી નીતિ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયા સામે CBIએ નવો કેસ દાખલ કર્યો છે. આ કેસ દિલ્હી સરકારની ફીડબેક યુનિટ (FBU)માં કથિત ભ્રષ્ટાચારને લઈને નોંધાયો છે.

CBIનો દાવો છે કે, ગેરકાયદેસર રીતે ફીડબેક યુનિટને બનાવવા અને સંચાલનના કારણે સરકારી ખજાનાને 36 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ યુનિટ પર વિરોધી પાર્ટીના નેતાઓ, અધિકારીઓ અને જ્યુડિશિયરી મેમ્બરની જાસૂસીનો પણ આરોપ છે.

2015માં યુનિટ બની, 2016માં કેસ નોંધાયો
કેજરીવાલ સરકારે ફીડબેક યુનિટ 2015માં સત્તામાં આવ્યા પછી બનાવી હતી. 2016માં વિજિલન્સ ડિપાર્ટમેન્ટના એક અધિકારી કેસી મીણાએ FBUને લઈ ફરિયાદ નોંધાવી હતી, તેના પછી કેસમાં તપાસ શરૂ થઈ હતી.

ગયા મહિને જ ગૃહ મંત્રાલયે CBIને આ કેસમાં મનીષ સિસોદિયા સામે કેસ દાખલ કરવાની મંજૂરી આપી હતી. CBIનું કહેવું છે કે, આ યુનિટ રાજકીય જાણકારી એકત્રિત કરતી હતી. યુનિટના 40% રિપોર્ટ આ જાણકારી અંગે જ હતા.

કેજરીવાલે આ કેસ પર ટ્વીટ કર્યું છે- પીએમનો પ્લાન, મનીષ પર અનેક ખોટા કેસ કરી તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવાનો છે. આ દેશ માટે દુ:ખદ છે.
કેજરીવાલે આ કેસ પર ટ્વીટ કર્યું છે- પીએમનો પ્લાન, મનીષ પર અનેક ખોટા કેસ કરી તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવાનો છે. આ દેશ માટે દુ:ખદ છે.

સિસોદિયા સહિત 7 લોકો સામે કેસ દાખલ
​​​​આ કેસમાં સિસોદિયા સિવાય તત્કાલિન વિજિલન્સ સેક્રેટરી સુકેશ કુમાર જૈન, CISFના રિટાયર્ડ DIG રાકેશ કુમાર સિન્હા, ઈન્ટેલિજન્સ બ્યૂરોના રિટાયર્ડ જોઇન્ટ ડિપ્ટી ડાયરેક્ટર પ્રદીપ કુમાર પુંજ, CISFના રિટાયર્ડ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ સતીશ ખેત્રપાલ અને ગોપાલ મોહન સામે પણ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીઓ પર સંપત્તિનો દુરુપયોગ, ગુનાહિત ષડયંત્ર અને દગો આપવા માટે કાવતરું ઘડવા સહિતના અનેક આરોપો લગાવવામાં આવ્યા છે.

સિસોદિયા સહિત 7 લોકો સામે કેસ દાખલ
આ કેસમાં સિસોદિયા સિવાય તત્કાલિન વિજિલન્સ સેક્રેટરી સુકેશ કુમાર જૈન, CISFના રિટાયર્ડ DIG રાકેશ કુમાર સિન્હા, ઈન્ટેલિજન્સ બ્યૂરોના રિટાયર્ડ જોઇન્ટ ડિપ્ટી ડાયરેક્ટર પ્રદીપ કુમાર પુંજ, CISFના રિટાયર્ડ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ સતીશ ખેત્રપાલ અને ગોપાલ મોહન સામે પણ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીઓ પર સંપત્તિનો દુરુપયોગ, ગુનાહિત ષડયંત્ર અને દગો આપવા માટે કાવતરું ઘડવા સહિતના અનેક આરોપો લગાવવામાં આવ્યા છે.

કેજરીવાલને પણ આરોપી બનાવવામાં આવે- ભાજપ
​​​​​​​
ભાજપે આ કેસમાં અરવિંદ કેજરીવાલને પણ આરોપી બનાવવાની માગ કરી છે. જ્યારે કોંગ્રેસે જણાવ્યું કે, આ આંતરિક સુરક્ષાનો મામલો છે અને તેમાં UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) લગાવવું જોઈએ.

દિલ્હી ભાજપના કાર્યકારી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે, આ ગંભીર મુદ્દો છે અને એજેન્સીને તેમાં રાજદ્રોહનાં એન્ગલથી પણ તપાસ કરવી જોઈએ. એ પણ જોવું જોઈએ કે, શું FBUને વિદેશોમાંથી ફન્ડિંગ મળી રહ્યું હતું?

દિલ્હી કોંગ્રેસના ઉપપ્રમુખ અલી મહેંદીએ જણાવ્યું કે, અમે છેલ્લા 6 મહિનાથી આ મુદ્દાને ઉઠાવી રહ્યાં છે. કોઈ રાજ્ય સરકાર પાસે આ પ્રકારની જાસૂસી યુનિટ નથી હોઈ શકતી. જાસૂસી યુનિટ રાખવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકાર પાસે હોય છે.

ગત મહિને દિલ્હીમાં ભાજપ નેતાઓએ FBUને લઈ દિલ્હી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ નેતા દૂરબીન સાથે જોવા મળ્યા હતા.
ગત મહિને દિલ્હીમાં ભાજપ નેતાઓએ FBUને લઈ દિલ્હી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ નેતા દૂરબીન સાથે જોવા મળ્યા હતા.

જાણકારી અને ફીડબેક એકત્રિત કરતી હતી યુનિટ
આ યુનિટ દિલ્હી સરકારના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હેઠળ બનાવવામાં આવી હતી. ત્યારે વિજિલન્સ ડિપાર્ટમેન્ટની જવાબદારી મનીષ સિસોદિયા પાસે હતી. આ યુનિટને દિલ્હી સરકાર હેઠળ આવતા સરકારી વિભાગો અને સંસ્થાઓ અંગે જાણકારી અને ફીડબેક મેળવવા માટે બનાવવામાં આવી હતી. તેના કામોમાં સ્ટિંગ ઓપરેશન કરવું અને સરકારી અધિકારીઓને રંગે હાથે ઝડપવું સામેલ હતું.

મીડિયા અહેવાલો મુજબ, આ યુનિટ પર સીએમ કેજરીવાલનું સીધુ નિયંત્રણ હતું. તેમાં કામ કરતા મોટાભાગનાં લોકો ઇન્ટેલિજન્સ બ્યૂરો અને સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સના રિટાયર્ડ અધિકારી હતા.

અન્ય સમાચારો પણ છે...